- DPSની માન્યતા રદ થતા LC આપીને અન્ય બ્રાન્ચમાં ટ્રાન્સફર ના કરતા હોવાની ફરિયાદ
- લેટરમાં DPSની અન્ય બ્રાન્ચમાં એડમીશન આપવામાં આવશે તેનો ઉલ્લેખ નથી
- 300 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે
અમદાવાદ: DPS સ્કુલની માન્યતા રદ થતા ફરીથી સ્કુલે માન્યતા માટે અરજી કરી હતી. આ દરમિયાન સ્કુલે વાલીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે, જે વાલીઓએ LC લેવું હોય તે LC લઇ શકે છે અને તેમને બોપલ DPSમાં એડમીશન મેળવવું હોય તો તે પણ આપવામાં આવશે, પરંતુ વાલીઓને આશા હતી કે, DPS ઇસ્ટને મંજુરી મળશે જેથી વાલીઓએ માન્યતા મળવાની રાહ જોઈ, પરંતુ સ્કુલની માન્યતા રદ થઇ છે ત્યારે આજે વાલીઓ સ્કુલ પર પહોંચ્યા હતા.
આ પણ વાંચો- નિત્યાનંદ વિવાદ: CBSEએ DPS ઈસ્ટની માન્યતા કરી રદ, 10-12ના વિદ્યાર્થીઓ 2020ની પરીક્ષા આપી શકશે
સ્કુલ પર પહોંચેલા વાલીઓને LC આપવામાં આવે છે
આ મામલે સ્કુલ પર પહોંચેલા વાલીઓને LC આપવામાં આવે છે અને સાથે લેટર આપવામાં આવે છે. જેમાં બોપલ DPSમાં એડમીશન આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ લેટરમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્કૂલને યોગ્ય લાગશે તેને જ એડમીશન આપવામાં આવશે. અત્યાર સુધી DPS ઇસ્ટમાંથી કોઈ પણ બાળકને DPS બોપલમાં એડમીશન આપવામાં આવ્યું નથી. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે