અમદાવાદઃ ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઈકોર્ટે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ 7મી જાન્યુઆરી સુધી કોઈપણ કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો હતો. જ્યાર બાદ આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફે સોંગદનામું રજૂ ન કરાતાં હાઈકોર્ટ દ્વારા રાહત લંબાવવામાં આવી છે. અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે ત્રણેય આરોપીઓના આગોતરા જામીન અરજી ફગાવી દેતાં હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
અગાઉ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતાં મહત્વનું અવલોકન કર્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલાં છે અને જો તેમને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યાં હતાં. કોર્ટમાં આ મુદે પોલીસ દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કૂલ દ્વારા લેવામાં આવેલી બોગસ NOC તપાસ માટે મેળવી શકાશે નહીં.
પોલીસે સોંગદનામામાં આક્ષેપ કર્યો છે કે, આ કેસના આરોપી અને સહઆરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરે છે. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કૂલ સત્તાધીશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજૂર કરવામાં ન આવે.
DPS વિવાદ : પૂજા શ્રોફ સહિત ત્રણેય આરોપીઓ સામે 27 જુલાઈ સુધી કોઈ પગલાં ન લેવાનો હાઈકોર્ટનો આદેશ - હિતેન વસંત
નિત્યાનંદ આશ્રમની સાથે હાથીજણ ખાતે આવેલી DPS સ્કૂલ પણ વિવાદમાં સપડાઈ છે. શાળા મુદ્દે શિક્ષણ વિભાગમાં રજૂ કરાતી NOC બોગસ હોવાથી DPS સ્કૂલના ટોચના અધિકારીઓ પૂજા મંજૂલા શ્રોફ, હિતેન વસંત સહિત 3 આરોપીઓના મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે દ્વારા આગોતરા જામીન ફગાવતી દેતાં પૂજા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ દ્વારા નીચલી કોર્ટના આદેશને પડકારતી રિટ મુદે ગુરુવારે હાઈકોર્ટે ત્રણેય આરોપીઓ સામે 27મી જુલાઈ 2020 સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો હતો.
DPS વિવાદ : પૂજા શ્રોફ સહિત ત્રણેય આરોપીઓ સામે 27મી જુલાઈ સુધી કોઈ પગલાં ન લેવાનો હાઈકોર્ટનો આદેશ
શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ સામે બોગ્સ NOC મુદે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કૂલની માન્યતા રદ કરી હતી.