- SVP હોસ્પિટલના રેસિડન્ટ ડૉકટરની હડતાળ
- વેક્સિનેશનની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગણી
- માં કાર્ડની સેવા શરૂ ન કરાતાં ડૉકટર્સે વિરોધ કર્યો
અમદાવાદઃ પ્રથમ વર્ષના રેસિડન્ટ ડૉક્ટર્સ હવે હડતાળ પર ઊતર્યા હતા. આયુષ્યમાન કાર્ડ અને માં કાર્ડ સેવા શરૂ ન થતા હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ પોતાના કાર્યથી અડગા રહ્યા હતા. આ સાથે જ ડૉક્ટર્સે ફરિયાદ કરી છે કે, માં કાર્ડ સેવા બંધ હોવાથી દર્દીઓ ઓપરેશન માટે નથી, આવતા તેના લીધે તેમને પ્રેક્ટિકલ માટે શીખવા મળી રહ્યું ન હતું.
વેક્સિનેશનની કામગીરીમાંથી મુક્તિ આપવાની માગણી સિનિયર ડૉક્ટર્સ વિવિધ જવાબદારી સોંપે છે
ડૉક્ટર્સ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, ગત એક વર્ષથી પોતાનો અભ્યાસ છોડીને તેમને કોરોનાના દર્દીઓની સારવારમાં જોડાયા હતા. આ સાથે જ ડૉક્ટર્સ દ્વારા તેમને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવે છે. મહત્ત્વનું છે કે, કોરોનાના વેક્સિનેશન માટેનું લક્ષ્ય પણ આપવામાં આવે છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા કોરોનાની વેક્સિન લેવા તબીબોને દબાણ પણ કરવામાં આવે છે. આ કામગીરી હજૂ કેટલો સમય ચાલશે, તે માટે સમયગાળો નક્કી નથી, ત્યારે ડૉક્ટર યુનિયન આગેવાનોના જણાવ્યા પ્રમાણે રેસિડેન્ટ ડૉક્ટરો અધિકારી સાથે મળીને રજૂઆત કરવામાં પણ આવશે.