ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બન્ને હાથ, ફેફ્સાનું દાન - Organ donation in Ahmedabad

દશેરાનો પવિત્ર દિવસ આજે સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિઆદના 52(બાવન) વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવાર જનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી.

Organ donation in Ahmedabad
Organ donation in Ahmedabad

By

Published : Oct 15, 2021, 10:53 PM IST

  • બ્રેઈન ડેડ અરૂણ પ્રજાપતિ નડીયાદના છે
  • હ્યદય અને ફેફ્સા ચેન્નઇ જ્યારે બન્ને હાથ ચેન્નઈ ગ્રીન કોરિડોર મારફતે લઇ જવાયા
  • 300 દિવસમાં 14 અંગદાન થયા

અમદાવાદ: અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બન્ને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી, જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બન્ને ફેફ્સાનું પણ દાન મળ્યુ હતુ. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બન્ને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બન્ને હાથ, ફેફ્સાનું દાન

બન્ને હાથ જયપુરના 22 વર્ષના યુવકને પ્રત્યારોપણ કરાશે

અંગદાનમાં મળેલા બન્ને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના 22 વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે હ્યદય અને ફેફ્સાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બન્ને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બન્ને હાથ, ફેફ્સાનું દાન

અત્યાર સુધી 38 વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો છે

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાને દશેરાના પવિત્ર દિવસે 300 દિવસ પૂર્ણ થયા છે. આ 300 દિવસોમાં કોરોનાકાળની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના કુલ 50 અંગોનું દાન સ્વીકારાયું છે. જેમાં 14 લીવર, 25 કિડની, 4 સ્વાદુપિંડ, 3 હ્યદય, 2 હાથ અને 2 ફેફ્સાનો સમાવેશ થાય છે. તદ્દોપરાંત 32 આંખોના દાન મેળવવામાં સફળતા મળી છે. આ તમામ અંગોના દાન થકી 38 થી વધુ વ્યક્તિના જીવનશૈલીમાં સુધાર આવ્યો છે તેમજ તેમને નવજીવન મળ્યું છે. આ તમામ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બન્ને હાથ, ફેફ્સાનું દાન

અરૂણભાઈ પ્રજાપતિના પરિવારને સલામ

દશેરાના દિવસે જેમના અંગનું દાન કરવામાં આવ્યું છે તે અરૂણભાઇ નડીઆદના વતની હતા. તેઓને મગજના ભાગમાં ગાંઠ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અરૂણભાઇના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. જેમાં તેમના પરિવારજનોએ સામાન્યત: થતા હ્યદય, ફેફ્સા અને કિડનીના અંગોના દાન માટે સમંતિ દર્શાવી હતી. સાથોસાથો પ્રથમ વખત એવું બન્યું કે અંગદાનમાં બન્ને હાથના દાન માટે પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હોય.

બન્ને હાથના દાનના 5 કિસ્સામાં સફળતા મળી છે

નોંધનીય બાબત એ છે કે, બન્ને હાથોના દાન સ્વીકાર્યા બાદ કોઇ એક જ જરૂરિયાતમંદ વ્યક્તિમાં બન્ને હાથનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની રહી હતી. સમગ્ર દેશમાં સંભવિત વર્ષ 2015 માં પ્રથમ વખત બન્ને હાથનું દાન સ્વીકારીને પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ. અત્યાર સુધીમાં 5 કિસ્સામાં આ પ્રકારની સફળતા મળી છે. જ્યારે વિશ્વ સ્તરે આ પ્રકારના 110 કિસ્સા નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details