ગુજરાત

gujarat

ETV Bharat / city

Doctors on strike: રાજ્યવ્યાપી ખાનગી તબીબોનો વિરોધ પ્રદર્શન, અમદાવાદમાં થઈ હજાર કરતા વધુ હોસ્પિટલો બંધ - President of Ahmedabad Medical Association

ગુજરાતમાં ખાનગી ડોક્ટરોની(Private Doctors in Gujarat) આજે(Doctors on strike) હડતાલ પર છે. ઓપીડી તો ઠીક ઈમરજન્સી સારવાર પણ બંધ રખાઈ છે. જ્યારે દર્દીઓ માટે સરકારી હોસ્પિટલો એક માત્ર સહારો બની છે.

Doctors on strike: રાજ્યવ્યાપી ખાનગી તબીબોનો વિરોધ પ્રદર્શન, અમદાવાદમાં થઈ હજાર કરતા વધુ હોસ્પિટલો બંધ
Doctors on strike: રાજ્યવ્યાપી ખાનગી તબીબોનો વિરોધ પ્રદર્શન, અમદાવાદમાં થઈ હજાર કરતા વધુ હોસ્પિટલો બંધ

By

Published : Jul 22, 2022, 6:07 PM IST

અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના(Ahmedabad Municipal Corporation) ફાયર વિભાગ(AMC Fire Department) દ્વારા ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા સરકારના નિર્દેશનો રાજ્યભરના ડોક્ટરોએ વિરોધ(Doctors Opposition to Government Directives) કર્યો છે. રાજ્યભરના ડોક્ટરોએ આ નિર્ણયના વિરોધમાં હડતાળનું એલાન કર્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા icu ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા સરકારના નિર્દેશનો રાજ્યભરના ડોકટરોએ વિરોધ કર્યો છે

આ પણ વાંચો:Doctors on strike: ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ડોક્ટરો હડતાલ પર

શહેરની 2 હજાર કરતા વધુ હોસ્પિટલો બંધ રહી હતી - તબીબોની હડતાળની અસર દર્દીઓ પર જોવા મળી હતી. શહેરમાં 2 હજાર કરતા વધુ હોસ્પિટલો બંધ રહી હતી. તેમજ સમગ્ર રાજ્યમાંથી 30 હજાર જેટલા ડોક્ટરો હડતાળમાં જોડાયા હતા. જ્યારે ઇમર્જન્સી, OPD સહિતની સેવાઓ(Emergency and OPD services) બંધ રહી(Private Hospitals Closed in Ahmedabad) હતી. જ્યારે દર્દીઓ માટે સરકારી હોસ્પિટલો એક માત્ર સહારો બની છે.

હોસ્પિટલો બંધ થતાં અનેક દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે

સરકાર નિર્ણય નહિ લે તો આગામી સમયમાં ફરી હડતાળ -આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખે(President of Ahmedabad Medical Association) જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય યોગ્ય નથી. સરકારે પરિસ્થિતિ સમજવી જોઈએ. વિદેશમાં પણ બધી હોસ્પિટલોમાં OPD ઉપરના ફ્લોર પર જ હોય છે. જ્યારે સરકાર આ નિર્ણય પાછો ખેચે તેવી આશા અમને છે. સરકારને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરવાના છીએ. જો સરકાર આ અંગે કોઈ નિર્ણય નહિ લે તો આગામી સમયમાં ફરી હડતાળ પર ઉતરીશું.

શહેરમાં 2 હજાર કરતા વધુ હોસ્પિટલો બંધ રહી હતી. તેમજ સમગ્ર રાજ્યમાંથી 30 હજાર જેટલા ડોકટરો હડતાળમાં જોડાયા હતા

આ પણ વાંચો:રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ: તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા આપવામાં આવ્યું અલ્ટીમેટમ

હળતાળથી દર્દીઓની સ્થિતિ કફોડી -હોસ્પિટલો બંધ થતાં અનેક દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. દર્દીઓની અમે માફી માંગીએ છીએ. ડોક્ટરો લડી લેવાના મૂડમાં દેખાયા હતા. હળતાળથી દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. જ્યારે આવતીકાલે ડોકટરો ફરી કામ પર લાગી જશે.

ABOUT THE AUTHOR

...view details