ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની હોસ્પિટલમાં પાણીની મૂશ્કેલીને લઈ PIU વિભાગના ડૉક્ટર્સ દ્વારા તોડફોડ

અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી PIU વિભાગ દ્વારા અરજીઓ આપવામાં આવી હોવા છતાં કોઈ હલ ન આવતા આખરે બંધ રહેલી ઓફિસમાં તોડફોડ કરી ડૉક્ટર્સે વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Mar 7, 2021, 8:36 PM IST

  • PIU વિભાગ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તબીબો રોષે ભરાયા
  • બંધ ઓફિસમાં બારણા તોડી વિરોધ નોંધાવ્યો
  • ફરિયાદ સાંભળવા માટે તબીબોને સિનિયર તબીબોનું ટોળું દોડી આવ્યું

અમદાવાદ : અસારવા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીને લઈ અનેક પ્રશ્નો છેલ્લા કેટલાક દિવસોથી ઉદ્દભવી રહ્યા છે. જેને લઈ સતત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને અરજીઓ આપવામાં આવી છે, પરંતુ પ્રશ્નનું નિવારણ ન આવતા રવિવારના રોજ PIU વિભાગના ડૉક્ટર્સે બંધ રહેલી ઓફિસમાં તોડફોડ કરી વિરોધ નોંધાવ્યો છે. આ અગાઉ પણ આજ પ્રકારે વિરોધ નોંધવામાં આવ્યો હતો. તોડફોડ થઇ રહી હોવાની માહિતી સિનિયર તબીબોને મળતાની સાથે જ દોડી આવ્યા હતા.

PIU વિભાગના ડોક્ટરોએ કરી તોડફોડ

આ પણ વાંચો: કોલવડા આયુર્વેદિક કૉલેજના તબીબોએ પીરસાતા વાસી ભોજનને લઈને કરી ભુખ હડતાલ

પાણી ન આવતા રેસિડેન્ટ ડૉકટર્સની સહન શક્તિ ખૂટી

પાણીના પ્રશ્નનો ઉકેલ આગામી દિવસોમાં કરવામાં નહીં આવે તો રેસિડેન્ટ ડૉક્ટર્સે આંદોલન પર ઉતરવાની ચીમકી આપી છે. PIU વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર્સ ગત કેટલાય સમયથી પીવાના પાણીને લઈને હેરાન પરેશાન છે. જેનો ઉકેલ વહેલી તકે લાવવાની માગ તેમને કરી છે.

ABOUT THE AUTHOR

...view details