ગુજરાત

gujarat

ETV Bharat / city

દુષ્કર્મ પર FIR દાખલ કરતાં નથી, પિતાની હાઇકોર્ટમાં અરજી - હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે

અમદાવાદ હાઇકોર્ટમાં(Ahmedabad High Court) એવો કેસ આવ્યો છે કે જેમાં દુષ્કર્મ પર FIR પણ દાખલ કરવાં આવી નથી(No FIR on Rape Case). તંત્રએ પણ આ બાબતે કોઈ રસ દાખવ્યો નથી. શું છે સમગ્ર મામલો?

દુષ્કર્મ પર FIR દાખલ કરતાં નથી, પિતાની હાઇકોર્ટમાં અરજી
દુષ્કર્મ પર FIR દાખલ કરતાં નથી, પિતાની હાઇકોર્ટમાં અરજી

By

Published : Jul 15, 2022, 7:58 PM IST

અમદાવાદ: દુષ્કર્મ અને બળાત્કારના અનેક વિવિધને લગતા કેસો હાઇકોર્ટને ફરીયાદ સમક્ષ આવતા જ હોય છે આવો જ એક કેસ હાઇકોર્ટ સમક્ષ આવેલો છે. એકબીજા દ્વારા અક્ષુક સાથે હાઇકોર્ટમાં અરજી(Application in High Court ) કરવામાં આવી છે કે તેની દીકરી સાથે દુષ્કર્મ(Ahmedabad Rape Case) આચરવામાં આવ્યું છે. આ અંગે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી અને હજી સુધી FIR પણ દાખલ કરાઈ નથી.

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટના મનાઈ હુકમ હોવા છતાં પણ ટ્રિબ્યુનલે હુકમ કરતા હાઇકોર્ટ નારાજ

ચોંકાવનારી વિગતો બહાર આવી -જેથી આ બાબતને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ(High Court ordered state government) કર્યો છે કે, આ કેસમાં તપાસ કરવામાં આવે છે. જો કે મામલાને લઈને સરકાર તરફથી રાજ્ય સરકારના વકીલની રજૂઆત હતી કે, આ કેસમાં તેમને જે પણ તપાસ કરી છે. તેમાં અરજદારના આક્ષેપો કરતા જ ખૂબ જ વિપરીત અને ચોંકાવનારી વિગતો બહાર આવેલી છે. હકીકતમાં જોઈએ તો આ કેસના સંદર્ભને લઈને દહેગામમાં એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપ અંગે ફરિયાદ(Honey Trap Police Complain) નોંધાવી હતી. આજે ફરિયાદ નોંધાવી છે. એ મુજબ અરજદારના દીકરીએ તેને ફસાવ્યો હતો. બ્લેકમેલ પણ તેને કરવામાં આવતો હતો.

મહિલાનો પ્રેગ્નન્સી રિપોર્ટ નેગેટિવ આવ્યો -આ વચ્ચે જે પણ સંબંધો હતા. તે ઘણા બધા મહિનાઓ સુધી હતા. તે પણ બન્નેની મરજીથી સંબંધ બંધાયેલા હતા. તે અંગેના કેટલાક વિડીયો પણ છે. જેના આધારે તેને બ્લેકમેલ કરીને તેની પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. તેને ફસાવીને લૂંટવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ ફરિયાદના પગલાને લઈને પોલીસે તે મહિલાની ધરપકડ કરી હતી. જોકે મુક્ત પણ કરી દીધી હતી, ત્યારે તે મહિલાનો દાવો હતો કે, તે ગર્ભવતી છે. જ્યારે આ બાબતે લઈને સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. તે મહિલાનો પ્રેગ્નન્સી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ રિપોર્ટ જોકે મહિલાએ દાવો કર્યો હતો કે, આ રિપોર્ટ ખોટો છે અને તેણે ફીનાઇલ પણ પી લીધી હતું.

આ પણ વાંચો:Judgment of Gujarat High Court : વારસાઈ મિલકત માટે પુત્રના પિતા સાથેના સારા સંબંધોના આવા પુરાવા અમાન્ય રહ્યાં

મહિલાએ સંબંધિત PSI સામે બે નિવેદનો આપ્યા -જોકે આ ઘટના બાદ તેને સારવારથી સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital Ahmedabad) ખસેડવામાં આવી હતી. આ સમયે તેને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં તેણે આક્ષેપ લગાવ્યું હતું કે, દહેગામના ફરિયાદી વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચાર્ય છે. આ ઉપરાંત તેને પોલીસ અધિકારી સામે પણ આક્ષેપ કર્યા છે. મહત્વનું છે કે, આ મહિલાએ સંબંધિત PSI સામે બે નિવેદનો આપ્યા હતા. જે બન્ને એકબીજાથી વિપરીત જણાતા હતા. તેમ છતાં પણ સમગ્ર સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે આ કેસમાં તપાસ કરીને બે સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે અને આ કેસને બધું સુનાવણી 17 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details