અમદાવાદના શિવાનંદ આશ્રમમાં દિવાળીએ ઉજવાયો શાકંભરી ઉત્સવ - શિવાનંદ આશ્રમમાં દિવાળીએ ઉજવાયો શાકંભરી ઉત્સવ
દિવાળીના પર્વે સમગ્ર ભારતના મંદિરોમાં દેવી-દેવતાઓની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. વિવિધ પ્રકારના મિષ્ટાન તેમજ ફળ-ફળાદી ધરાવવામાં આવે છે. અમદાવાદમાં આવેલા શિવાનંદ આશ્રમમાં પણ દર વર્ષે દિવાળીએ વિવિધ પ્રકરની મીઠાઈઓ અને ફરસાણ દ્વારા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે છે. ત્યારબાદ આ મીઠાઈ અને ફરસાણ નવા વર્ષે ગરીબોને વહેંચી દેવામાં આવે છે.
● દિવાળીના પર્વે અમદાવાદના અષ્ટલક્ષ્મી મંદિરે ઉજવાયો શાકંભરી ઉત્સવ
● 2500 કિલો કરતા વધુ ફળ અને શાક દેવીને અર્પણ કરાયા
● ગરીબોમાં વહેંચાશે આ સામગ્રી
અમદાવાદ: દિવાળીના પર્વે સમગ્ર ભારતના મંદિરોમાં દેવી-દેવતાઓની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. વિવિધ પ્રકારના મિષ્ટાન તેમજ ફળ-ફળાદી ધરાવવામાં આવે છે. અમદાવાદમાં આવેલા શિવાનંદ આશ્રમમાં પણ દર વર્ષે દિવાળીએ વિવિધ પ્રકરની મીઠાઈઓ અને ફરસાણ દ્વારા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે છે. ત્યારબાદ આ મીઠાઈ અને ફરસાણ નવા વર્ષે ગરીબોને વહેંચી દેવામાં આવે છે.