ગુજરાત

gujarat

ETV Bharat / city

Diwali Chopda Pujan 2021 : કુમકુમ સ્વામિનારાયણ મંદિરે વિશાળ આકારના ચોપડા અને લેપટોપનું પૂજન કરાયું - દિવાળી ચોપડા પૂજન

દિવાળીના પાવન તહેવારના દિવસે વેપારીઓ તેમજ અનેક લોકો ચોપડા પૂજન કરતા હોય છે. ત્યારે ભગવાન પાસે સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરવામાં આવતી હોય છે. દિવાળી નિમિત્તે અમદાવાદમાં કુમકુમ મંદિર ખાતે છ ફૂટ લંબાઈ અને ત્રણ ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડા અને લેપટોપનું પૂજન ( Diwali Chopda Pujan 2021 ) કરવામાં આવ્યું હતું.

Diwali Chopda Pujan 2021 : કુમકુમ સ્વામિનારાયણ મંદિરે વિશાળ આકારના ચોપડા અને લેપટોપનું પૂજન કરાયું
Diwali Chopda Pujan 2021 : કુમકુમ સ્વામિનારાયણ મંદિરે વિશાળ આકારના ચોપડા અને લેપટોપનું પૂજન કરાયું

By

Published : Nov 4, 2021, 7:13 PM IST

  • દિવાળીના પર્વને લઈને ઠેરઠેર ચોપડા પૂજન કરાયું
  • કુમકુમ મંદિર ખાતે મોટી સંખ્યામાં વેપારીઓએ ચોપડા પૂજન કર્યું
  • 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહળાઈ ધરાવતા ચોપડા અને લેપટોપનું પૂજન કર્યું

અમદાવાદઃ કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેક વેપારીઓને પણ ચોપડા પૂજનમાં ( Diwali Chopda Pujan 2021 ) ભાગ લેવડાવવામાં આવ્યો હતો. લોકોએ પરંપરાગત ચોપડાનું પૂજન કર્યું હતું તથા મંત્રોચ્ચાર સાથે આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના સાધુ પ્રેમવાસ્તલદાસજીએ જણાવ્યું કે ચોપડા પૂજનમાં કંકુ, કેસર, કસ્તૂરી, હળદર આદિમાં ઝબોળીને દાડમની કલમથી ચોપડા લખવાની પરંપરા છે. વધુમાં તેમણે કહ્યું કે કુમકુમ મંદિરમાં છેલ્લા 31 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. સૌ કોઈને ધંધા-વેપારમાં સફળતા મળે અને આર્થિક રીતે સૌ સુખી થાય તેમજ મંદી દૂર થાય તે માટે ભગવાનની પ્રાર્થના કરવામાં આવી હતી.

આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન પણ કરવામાં આવ્યું હતું

વર્ષ દરમિયાનના નફાનુકસાનનો તાળો મેળવ્યો

આ પ્રસંગે મોટી સંખ્યામાં વેપારીઓ ચોપડા પૂજનમાં ( Diwali Chopda Pujan 2021 ) જોડાયા હતાં. વેપારીઓ આખા વર્ષ દરમિયાનના નફા નુકસાન અંગે માહિતગાર થયાં હતાં. તેમજ ભગવાન પાસે સુખ સમૃદ્ધિ અને ધંધામાં સફળતા મળે તે માટે પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃ દિવાળી નિમિતે કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ચોપડા પૂજન કરાયું

આ પણ વાંચોઃસિદ્ધપુરના બિંદુ સરોવરના ગોર મંડળ પાસે સદીઓ જૂના વંશાવલીના ચોપડા આજે પણ અકબંધ

ABOUT THE AUTHOR

...view details