ગુજરાત

gujarat

ETV Bharat / city

Diwali 2021: અમદાવાદમાં મોદી-શાહનાં ફોટો વાળા ફટાકડાની ભારે ડિમાંડ, 5 કરોડ બોક્સ વેંચાયા - ફટાકડામાં નવો ટ્રેન્ડ

દિવાળીનો તહેવાર(Diwali festival) આવે એટલે લોકો શોપિંગ કરવાં નિકળી પડે અને સાથે ફટાકડાની ખરીદી તો અવશ્ય કરે જ અને હવે તો ફટાકડામાં પણ નવો ટ્રેન્ડ(New trend in fireworks) જોવાં મળે છે. દર વર્ષે બજારમાં અલગ અલગ ફોટા વાળા ફટાકડા બજારમાં વેચાતાં હોય છે અને આ વર્ષે તો ખાસ લોકો વડાપ્રધાન મોદી અને અમિત શાહનાં ફોટા વાળા મિર્ચી બોમ્બ ખરીદી રહ્યા છે. અમદાવાદમાં ફટાકડા બજારમાં સૌથી વધુ મોદી-શાહની જોડીનાં જ ફાટકડા વેચાઇ રહ્યાં છે અને બજારમાં અત્યાર સુધીમાં મોદી અને શાહનાં ફોટો વાળા ફટાકડા(Fireworks with photos of Modi and Shah) વાળા કુલ 5 કરોડ બોક્સ વેંચાઇ પણ ચૂક્યા છે.

Diwali 2021: અમદાવાદમાં મોદી-શાહનાં ફોટો વાળા ફટાકડાની ભારે ડિમાંડ: 5 કરોડ બોક્ષ વેચાયા
Diwali 2021: અમદાવાદમાં મોદી-શાહનાં ફોટો વાળા ફટાકડાની ભારે ડિમાંડ: 5 કરોડ બોક્ષ વેચાયા

By

Published : Nov 4, 2021, 3:44 PM IST

Updated : Nov 4, 2021, 8:23 PM IST

  • મોદી-શાહનાં ફોટો સાથે છપાયેલા ફટાકડાને લોકો વધુ પસંદ કરી રહ્યા છે
  • મોદી અને શાહનાં ફોટો વાળા ફટાકડાનાં કુલ 5 કરોડ બોક્સવેંચાયા
  • બજારમાં અલગ અલગ ફોટો વાળા ફટાકડા વેચાતાં હોય છે

અમદાવાદ : સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહની લોકચાહનાં જગપ્રસિદ્ધ છે ત્યારે આ પ્રસિદ્ધિને વેપારીઓ પણ સારી રીતે જાણે છે. તેથી જ વેપારીઓ આ લોકચાહનાનો ફાયદો ઉઠાવી તેમનાં ફોટા વાળા ફટાકડા બનાવી વેચાવાનો પ્રયોગ કરી રહ્યા છે. તેમજ લોકો પણ આવા ફટાકડા ખરીદી રહ્યા છે અને બજારમાં ખાસ મોદીનાં મિર્ચી બોમ્બ વધુ વેચાઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, અન્ય ફટાકડાની સામે મોદી-શાહનાં ફોટા(Fireworks with photos of Modi and Shah) સાથે છપાયેલા ફટાકડા વધુ વેચાઈ રહ્યા છે.

Diwali 2021: અમદાવાદમાં મોદી-શાહનાં ફોટો વાળા ફટાકડાની ભારે ડિમાંડ: 5 કરોડ બોક્ષ વેચાયા

મોદી શાહનાં ફટાકડાની ડિમાંડ

વેપારી એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વેંચાતા ફટાકડાની સામે મોદી -શાહના ફોટો સાથે છપાયેલા ફટાકડાને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. તેમજ મોદીના સુતળી બોમ્બ, મિર્ચી બોમ્બ, મોદી ચકરી, મોદી કોઠી વગેરે વધુ વેચાઈ રહ્યા છે. મોદી શાહનાં ફટાકડા અંદાજે 5 કરોડ જેટલા વેંચાયા છે અને સ્ટોક પણ જલ્દી પૂરો થઈ રહ્યો છે તેમ છતાં લોકો હજી પણ ડિમાંડ કરી રહ્યા છે.

આ પણ વાંચો : દેશમાં અહીં ઉજવાય છે સૌથી પહેલા દિવાળી, જાણો શું છે પ્રથા

આ પણ વાંચો : જાણો દિવાળીના પર્વ પર અલગ અલગ રાશીના જાતકને આ રીતે પ્રાપ્ત થશે લક્ષ્મીકૃપા

Last Updated : Nov 4, 2021, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details