અમદાવાદ: શહેરના આઇઆઇએમ ખાતે ડાન્સ દિવ્યાંગોના શોનું આયોજન કરી લાખો લોકોના દિલ જીતી લીધા છે. આ કાર્યક્રમનું આયોજન દ્રશ્ય સંસ્થા દ્વારા કરાવામાં આવ્યું હતું. દિવ્યાંગોએ આ કાર્યક્રમના આયોજકોએ ઓડિયન્સમાંથી વ્યક્તિઓને બોલાવીને તેમની પાસે સ્ટેપ્સ કરાવ્યા અને તેવા જ સ્ટેપ્સ દિવ્યાંગોએ વિલચેર પાર બેસીને કરીને બતાવ્યા હતા.
IIM અમદાવાદમાં દિવ્યાંગો દ્વારા ભરતનાટ્યમ તેમની પ્રસ્તુતિ દર્શાવાઇ - ડાન્સ શો
આઇઆઇએમ અમદાવાદ ખાતે બુધવારના રોડ એક અનોખો ડાન્સ શો દિવ્યાંગો દ્વારા યોજાયો હતો. અત્યાર સુધી ડાન્સ અને ભરતનાટ્યમના લોકોએ અનેક શો જોયા છે. જેમાં નાના બાળકોથી લઈને મોટાઓ એ અદ્ભુત કળા સાથે પ્રદર્શન બતાવ્યું છે, પરંતુ બુધવારે ભરતનાટ્યમ અને કથક દિવ્યાંગોએ કર્યા હતા, જેમાં વ્હીલચેર પર કથકના સ્ટેપ્સ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા લોકોને બતાવવા માં આવ્યા હતા.
આઇઆઇએમ અમદાવાદ ખાતે દિવ્યાંગો દ્વારા ભરતનાટ્યમ તેમની પ્રસ્તુતિ દર્શાવાઇ
આવા પરફોર્મન્સ આપીને સાબિત કરી દીધું કે, કુદરતે તેમને કોઈની કોઈ ખોટ આપી છે, પરંતુ તેમના જુસ્સામાં કોઈ ખોટ નથી કથક હોય કે ગીતના દ્રશ્યોના સ્ટેપ આબેહૂબ તેવી જ રીતે સ્ટેજ પર ભજવવામાં આવ્યા હતા. તેમને જોનારા લોકો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. આદિત્ય અંગોએ પોતાની ખોટને ભૂલાવીને સામાન્ય લોકોની જેમ ઘણા વર્ષોથી ભારતનાટ્યમ અને કથક રહ્યાં છે અને સ્ટેજ પર આ જ લોકોની સમક્ષ પ્રસ્તુત કર્યું હતું.