ગુજરાત

gujarat

ETV Bharat / city

Kite flying accident in Nadiad: 9 વર્ષના બાળકે મોત સામેની જંગ જીતી, પતંગ પકડવા જતા લાગ્યો હતો 11,000 વૉલ્ટનો કરંટ - અમદાવાદમાં ઇલેક્ટ્રિક શોકની સારવાર

નડીયાદના 9 વર્ષના બાળકે મોત સામેની જંગ જીતી લીધી છે. પતંગ પકડવા જતા 11,000 વોલ્ટના હાઇવોલ્ટેજ વાયરનો કરંટ લાગતા બાળક કોમામાં સરી પડ્યો હતો. અમદાવાદની ડિવાઇન હોસ્પિટલ (Divine Hospital Ahmedabad)માં 12 દિવસની સારવાર બાદ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Divine Hospital Ahmedabad: નડીયાદના 9 વર્ષના બાળકે મોત સામેની જંગ જીતી, પતંગ પકડવા જતા લાગ્યો હતો કરંટ
Divine Hospital Ahmedabad: નડીયાદના 9 વર્ષના બાળકે મોત સામેની જંગ જીતી, પતંગ પકડવા જતા લાગ્યો હતો કરંટ

By

Published : Jan 11, 2022, 5:19 PM IST

Updated : Jan 11, 2022, 7:03 PM IST

અમદાવાદ: નડીયાદમાં 9 વર્ષનો બાળક મકાનની અગાસી ઉપર પતંગ (Kite flying accident in Nadiad) ચગાવતો હતો. આ દરમિયાન તેની પતંગ કપાવાથી તે પતંગ પકડવા માટે દોડ્યો. મકાનની બાજુના ભાગમાંથી 11,000 વોલ્ટનો હાઇવોલ્ટેજ વાયર (high voltage wire near house in nadiad) પસાર થઈ રહ્યો હતો. બાળક પતંગ તો ન પકડી શક્યો પણ અચાનક જ હાઇવોલ્ટેજ વાયરનો કરંટ (high voltage wire In Nadiad) લાગતાં તે ત્યાં ચોંટી ગયો અને 6થી 7 ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો હતો. બાળકનું હૃદય બંધ થઈ ગયું હતું, શ્વાસ રોકાઈ ગયા, આખું શરીર ભૂરું પડી ગયું, નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, ખેંચ આવવા લાગી (injury due to electric shock) અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો.

12 દિવસની સારવાર બાદ બાળકને રજા આપવામાં આવી.

બાળકના મોટાભાગના અંગો ફેઇલ થઈ ગયા હતાં

11,000 વોલ્ટનો કરંટ પસાર થયો હોવાને કારણે બાળકના મોટાભાગના બધા જ અંગો ફેઇલ થઈ ગયા હતા. બાળકનું હૃદય ફક્ત 5થી 10 ટકા જ પમ્પિંગ કરતું હતું. ફેફસાં અત્યંત નાજુક થઈ ગયા હતા અને ફેફસાંમાંથી સતત લોહી આવી રહ્યું હતું. મગજ ઉપર ખૂબ જ સોજો આવી ગયો હતો. બાળકને સતત ખેંચો આવી રહી હતી. હાઇવોલ્ટેજ કરંટના કારણે બાળકના સ્નાયુઓ તૂટવા લાગ્યા હતા અને લીવર જેવા મહત્વના અંગોને પણ ઘણું નુકસાન થયું હતું. બાળકને વેન્ટિલેટર સપોર્ટ (Ventilator support to the child) પૂરો પાડવામાં (electric shock treatment in ahmedabad) આવ્યો હતો.

હ્રદયનું પમ્પિંગ સુધારવા 3 અલગ-અલગ પ્રકારના ઇન્જેક્શનો ચાલું કરવામાં આવ્યા હતા

હાઇવોલ્ટેજ કરંટના કારણે બાળકના સ્નાયુઓ તૂટવા લાગ્યા હતા અને લીવર જેવા મહત્વના અંગોને પણ ઘણું નુકસાન થયું હતું.

ફેફસામાંથી આવતું લોહી બંધ કરવાની દવાઓ ચાલું કરવામાં આવી હતી. હ્રદયનું પમ્પિંગ સુધારવા માટે 3 અલગ-અલગ પ્રકારના ઇન્જેક્શનો સતત ચાલું કરવામાં આવ્યા હતા. મગજ ઉપરનો સોજો ઓછો કરવા દવાઓ ચાલું કરવામાં આવી હતી. સતત આવતી ખેંચને બંધ કરવા અલગ-અલગ પ્રકારના ઇન્જેક્શન (injection for electric shock) ચાલું કરવામાં આવ્યા તથા સ્નાયુ, કિડની અને લીવરના સપોર્ટ માટે દવાઓ ચાલું કરવામાં આવી હતી.

આ પણ વાંચો:નડીયાદના અનાથ આશ્રમમાં બાળક તરછોડનાર મહિલાની પોલીસે અટકાયત કરી

12 દિવસની મહેનત બાળકને હોસ્પિટલમાંથી રજા અપાઈ

હાર્દિક પટેલ અને ડોક્ટર સોલંકી તથા ડિવાઇન હોસ્પિટલની ટીમ દ્વારા બાળકને સારવાર અપાઈ હતી.

એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદના મેમનગર ખાતે આવેલી ડિવાઇન હોસ્પિટલ (Divine Hospital Ahmedabad)માં બાળકને ખસેડવામાં આવ્યું હતું. બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર (children's critical care specialist doctor in Ahmedabad) હાર્દિક પટેલ અને ડોક્ટર સોલંકી તથા ડિવાઇન હોસ્પિટલની ટીમ દ્વારા બાળકને સારવાર અપાઈ હતી. ડૉ. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, લગભગ સાતેક દિવસની સઘન સારવારથી મહત્વના અંગો ધીરે ધીરે મજબૂત થયા અને બાળક ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવ્યું. ત્યારબાદ બાળકને વેન્ટિલેટર ઉપરથી નીકળવામાં સફળતા મળી છે. લગભગ 12 દિવસની મહેનત બાદ બાળકને કોઈપણ ખોડખાપણ વગર હસતા મુખે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આવા બાળકોના કેસ ભાગ્યે જ જોવા મળે છે અને તેમાંથી મોટાભાગના બાળકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે. જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક કે માનસિક ખોડખાપણ (physical or mental deformity due to electric shock) રહી જતી હોય છે, પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે.

આ પણ વાંચો:નડીયાદમાં માતૃછાયા અનાથાશ્રમની બહારથી મળ્યું દોઢ મહિનાનું બાળક, બાળકને મૂકી જનારાની તપાસ શરૂ

Last Updated : Jan 11, 2022, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details