ગુજરાત

gujarat

ETV Bharat / city

IPLની ફાઈનલ મેચ જોવા જવાના છો? તો આ રસ્તેથી ન જતા નહીં તો થશો હેરાન - અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમમાં IPLની પ્લેઓફ અને ફાઈનલ મેચ રમાવાની (IPL 2022 Final match at Narendra Modi Stadium) છે. ત્યારે પોલીસે હવે સ્ટેડિયમ માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો હવે મેચ જોવા આવતા પ્રેક્ષકોને પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે પોલીસે જાહેરનામું પણ (Ahmedabad City Police Commissioner Notification) બહાર પાડ્યું છે.

IPLની ફાઈનલ મેચ જોવા જવાના છો? તો આ રસ્તેથી ન જતા નહીં તો થશો હેરાન
IPLની ફાઈનલ મેચ જોવા જવાના છો? તો આ રસ્તેથી ન જતા નહીં તો થશો હેરાન

By

Published : May 27, 2022, 9:02 AM IST

અમદાવાદઃ IPL 2022ની પ્લેઓફ અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (IPL 2022 Final match at Narendra Modi Stadium) રમાશે. ત્યારે પોલીસે હવે સ્ટેડિયમ માટે લોખંડી બંદોબસ્ત (Ahmedabad city police tight security) ગોઠવી દીધો છે. સાથે જ મેચ જોવા આવતા પ્રેક્ષકોને પાર્કિગની સુવિધા મળી રહે એટલે પોલીસે આ અંગે જાહેરનામું (Ahmedabad City Police Commissioner Notification) બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 27 અને 29 મેએ IPLની મેચ રમાશે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે (Amit Shah to watch IPL final at Narendra Modi Stadium) આવી રહ્યા છે.. જેમાં અમદાવાદ શહેરમાં સુરક્ષા લોખંડી ગોઠવવામાં આવી છે.

પોલીસ કાફલો રહેશે ખડેપગે

આટલો પોલીસ કાફલો રહેશે ખડેપગે -5 IGP, 47 SP, 84 ACP, 28 SRPની ટીમ, 3 ક્વિક રિસ્પોન્સ ટીમ, 28 બૉમ્બ સ્ક્વોડ ટીમ, 222 PI, 686 PSI, 3,346 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ અને 824 મહિલા પોલીસ ખડેપગે બંદોબસ્તમાં (Ahmedabad city police tight security) રહેશે.

વિવિધ પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા

આ પણ વાંચો-IPL 2022 : ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ સામે આ ટીમ ટકરાશે તેવી પ્રેક્ષકોને આશા

વિવિધ પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLની મેચ જે પણ લોકો જોવા માટે સ્ટેડિયમમાં આવશે. તેમણે નિયત કરેલા પાર્કિંગ સ્થળ ઉપર પોતાના વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ 31 જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. તો ટૂ વ્હીલર માટે 8 પાર્કિગ પ્લોટ, ફોર વ્હિલર માટે 23 પાર્કિંગ પ્લોટ (Arrangement of parking plot) બનાવવામાં આવ્યા છે. તેમાં 12,000 ટૂવ્હીલર અને 15,000 ફોર વ્હીલર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મેચ જોવા આવતા દરેક વ્યક્તિએ ફરજિયાતપણે પોતાનું વાહન શૉ માય પાર્ક એપ (Show my Park App) પર એડવાન્સમાં બુકિંગ કરાવીને આવવાનું રહેશે.

વાહનો માટે રસ્તાઓ ડાયવર્ટ કરાયા

આ પણ વાંચો-2024માં ભાજપ તેલંગણામાં સરકાર બનાવશે,પરિવારવાદથી ચાલતી પાર્ટી કોઈનું ભલુ ન કરી શકે: PM મોદી

આ રસ્તા બંધ રહેશે - આ ઉપરાંત કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ચુસ્ત વ્યવસ્થા ઊભી (Arrangement of parking plot) કરવામાં આવી છે. જ્યારે અનેક રોડ બંધ કરી ડાયવર્ઝન (Diversion for vehicles in Ahmedabad) કરાયું છે. તો જનપત ટીથી મોટેરા સુધીનો રોડ બંધ રાખવામાં આવશે. જ્યારે ખેલાડીઓને લઈ જવા માટેનો રોડ અલગ રહેશે. તો સૌને સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી છે. જ્યારે 56 BRTS અને 60 AMTS રાખવામાં આવી છે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહનને ટોઈંગ કરવામાં આવશે.

વાહનો માટે રસ્તાઓ ડાયવર્ટ કરાયા

વાહનો માટે રસ્તાઓ ડાયવર્ટ કરાયા - શુક્રવારે અને રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાવાની હોવાના પગલે શહેર પોલીસ કમિશનરે વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન (Diversion for vehicles in Ahmedabad) આપ્યું છે. તેવામાં 27 અને 29 મેએ બપોરે 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રહેશે. આ સિવાય વાહનચાલકો તેના બદલે તપોવન સર્કલથી વિસત ટી થઈને ONGC ચાર રસ્તાથી જનપથ ટી થઈ, પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના રસ્તાથી અવરજવર કરી શકશે.

વાહનો માટે રસ્તાઓ ડાયવર્ટ કરાયા

અમિત શાહ પણ ફાઈનલ મેચ જોવા આવશે - આવી જ રીતે કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકશે. જોકે, ક્રિકેટ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રહેલા સરકારી વાહનો, ફાયરબ્રિગેડ, એમ્બુલન્સ તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશો માટે આ જાહેરનામું લાગુ પડશે નહીં. જોકે, સ્ટેડિયમમાં શુક્રવારે 27 મેએ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે ફાઈનલ માટે મેચ રમાશે. જે ટીમનો વિજય થશે તે 29 મેએ ગુજરાત ટાઈન્ટસ સામે રવિવારે ફાઈનલ માટે ટકરાશે. નોંધનીય છે કે, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 29 મેએ IPL મેચમાં હાજરી (Amit Shah to watch IPL final at Narendra Modi Stadium) આપશે.

ABOUT THE AUTHOR

...view details