અમદાવાદમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે 1008 માસ્કનું વિતરણ - માસ્ક
દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. તેવામાં શ્રાવણ માસની શરૂઆત તથા ભક્તો દર્શન માટે થઈ શિવ મંદિર પહોંચ્યાં હતાં. જેમાં મણિનગરના મણિકર્ણિકેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે 1008 માસ્કનું વિતરણ કરવામાં આવ્યાં છે.
અમદાવાદમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે 1008 માસ્કનું વિતરણ
અમદાવાદઃ આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ કોરોનાને પગલે શહેરનાં મુખ્ય મંદિરોએ અભિષેક ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે કેટલાંક મંદિરોએ ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરી છે. શાહપુરના કાશી વિશ્વનાથ મંદિરમાં દર 10 મિનિટે એકને પ્રવેશ અપાશે. અંકુર પાસેના કામેશ્વર મંદિર બહાર દર્શન માટે 8 ફૂટનો સ્ક્રીન મુકાશે. જ્યારે મણિનગરના મણિકર્ણિકેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે 1008 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.