- ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરીમાં ડિસ્પેન્સરી શરુ
- સામાન્ય દવાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવશે
- ડોકટરના સલાહ બાદ દવા આપવમાં આવશે
આમદાવાદ:ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) લાયબ્રેરી ખાતે વાંચન કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક તબીબી સુવિધા કેન્દ્ર (Primary Medical Facility Center) શરુ કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી ખાતે યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરના ડોક્ટર સહીત અન્ય ખાનગી હોસ્પિટલ સાથે CSR પ્રવૃતિના ભાગ રૂપે બેઝિક દવાઓ આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ડિસ્પેન્સરી શરૂ ડોક્ટરની સલાહ બાદ દવાઓ અપાશે
જેમા માથામાં દુખાવો,તાવ,વોમિટીંગ,પેટમાં દુખાવો,શરદી,ઉધરસ, ઈન ગ્લુકોઝ સહિતની દવાઓ આપવામાં આવશે. આ તમામ દવાઓ ડોક્ટરની સલાહ બાદ જ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) લાયબ્રેરીમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા છે. તમામ વિદ્યાર્થીઓને ડિસ્પેન્સરીનો લાભ મળશે જેનાથી વિદ્યાર્થીઓને વાંચન દરમિયાન બહાર નહિ જવું પડે અને સમયની પણ બચત થશે.
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી અને DRDO વચ્ચે MOU થયા, GU માં સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી રિસર્ચની થશે સ્થાપના
આ પણ વાંચો:કોરોનાકાળમાં ગુજરાત યુનિવર્સિટીએ હજારો વિદ્યાર્થીઓને નોકરી અપાવી