અમદાવાદ- કેન્દ્ર સરકારના ડિસેબિલિટી એક્ટ 2016 મુજબ હવે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષથી તમામ યુજી અને પીજી કોર્સીસમાં (Gujarat University Admission Process 2022-23) દિવ્યાંગ વિદ્યાર્થીઓ (Disabled Reservation in Gujarat University ) માટે પાંચ ટકા બેઠકો અનામત રાખવામા આવશે. આ બાબતે સોમવારે મળેલી સીન્ડીકેટ અને એકેડમિક બેઠકમાં સર્વાનુમતે મંજૂરી આપવામા આવી હતી. અગાઉ તમામ કોર્સમાં ત્રણ ટકા બેઠકો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામા આવતી હતી.
ત્રણ ટકા બેઠકો અનામત-યુનિવર્સિટીના યુજી અને પીજી સહિતના(Gujarat University Admission Process 2022-23) તમામ વોકેશનલ કોર્સીસ તેમજ ટેકનિકલ કોર્સીસમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ (Disabled Reservation in Gujarat University )માટે અગાઉની કાયદાકીય જોગવાઈઓ મુજબ ત્રણ ટકા બેઠકો અનામત રાખવામા આવે છે. પરંતુ કેન્દ્ર સરકારનો 2016ના રાઈટસ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ લાગુ થતા હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારની ગ્રાન્ટ મેળવતી તમામ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ (Reservation in Gujarat University UG - PG courses) માટે પાંચ ટકા બેઠકો અનામત રહેશે. આ એક્ટમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નક્કી કરાયેલી બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટ પણ મળશે.
આ પણ વાંચોઃ રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે આવેલ દિવ્યાંગ ઉમેદવારો થયા પરેશાન