ગુજરાત

gujarat

ETV Bharat / city

છેલ્લો શૉ ફિલ્મથી ગુજરાતની ફિલ્મોના નવા યુગનો થયો પ્રારંભ, ઓસ્કાર નોમિનેટ નિર્દેશકે ETV Bharat સાથે કરી ખાસ વાતચીત - Oscar nominate Last Film Show

આ વખતે ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શૉ'એ ઓસ્કાર માટે (Last Film Show movie) નોમિનેટ થઈ (Oscar nominate Last Film Show) છે. આ ફિલ્મ ગુજરાતની સાથે વિશ્વના અન્ય દેશમાં પણ રિલીઝ થઈ છે. એટલે કે હવે ગુજરાતની ફિલ્મ વિશ્વ ફલક પર ગુજરાતનો ડંકો વગાડી રહી છે. ત્યારે આ ફિલ્મના નિર્દેશક પાન નલિને (Director Pan Nalin) ETV Bharat સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં કેટલીક મહત્વની માહિતી આપી હતી. તો આવો જોઈએ તેમણે શું કહ્યું.

છેલ્લો શૉ ફિલ્મથી ગુજરાતની ફિલ્મોનો નવા યુગનો થયો પ્રારંભ, ઓસ્કાર નોમિનેટ ફિલ્મ નિર્દેશકે ETV Bharat સાથે કરી ખાસ વાતચીત
છેલ્લો શૉ ફિલ્મથી ગુજરાતની ફિલ્મોનો નવા યુગનો થયો પ્રારંભ, ઓસ્કાર નોમિનેટ ફિલ્મ નિર્દેશકે ETV Bharat સાથે કરી ખાસ વાતચીત

By

Published : Oct 15, 2022, 2:48 PM IST

અમદાવાદ21મી સદી એ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ (Gujarati Film Industry) માટે ફળદાયી નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, આ વખતે ઓસ્કાર માટે હિન્દી ફિલ્મ નહીં, પરંતુ આપણી ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શૉ' નોમિનેટ (Oscar nominate Last Film Show) થઈ છે. આ ફિલ્મ ગુજરાતની સાથે સાથે અન્ય દેશમાં પણ રિલીઝ થઈ છે. અગાઉ પણ ગુજરાતી ફિલ્મ ગુજરાતી સહિત અનેક ભાષા રિલીઝ કરવામાં આવી હતી.

ગુજરાતી ફિલ્મોનો વાગી રહ્યો છે ડંકો ત્યારે હવે વધુ એક ગુજરાતી ફિલ્મ પણ વિશ્વ ફલક પર ગુજરાતનો ડંકો વગાડી રહી છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (Gujarati Film Industry) નવા યુગની શરૂઆત થઈ છે તેમ લાગી રહ્યું છે. ત્યારે આ ફિલ્મના નિર્દેશક પાન નલિને ETV Bharat સાથેની એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે આ ફિલ્મ વિશે શું કહ્યું આવો જાણીએ.

ગુજરાતી ફિલ્મોનો વાગી રહ્યો છે ડંકો

પ્રશ્નઆજે જે ફિલ્મ રિલીઝ થઈ છે એની સ્ટોરી શું છે?

જવાબ"લાસ્ટ ફિલ્મ શો"ની (Last Film Show movie) જે સ્ટોરી છે. તે એક નાના બાળકને સ્ટોરી છે. તે પહેલી વખત ફિલ્મ મહાકાલી જોવા જાય છે ને એકદમ પાગલ થઈ જાય છે. કારણ કે, તેને પોતાના જીવનમાં ક્યારેય પણ ફિલ્મ જોઈ નહતી. ત્યાર પછી તે સ્કૂલ છોડીને ફિલ્મની પાછળ પાગલ થઈ જાય છે. તે શરૂઆતમાં ફિલ્મ બનાવવા પાછળ લાગે છે, પરંતુ તેના માટે અસંભવ હોય છે. તેથી તે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરે છે. તે દરમિયાન એક પ્રોજેક્ટર ઑપરેટર સાથે તેની મુલાકાત થાય છે. તે સમયે તેનું લંચબોક્સ એકબીજા સાથે ચેન્જ કરે છે. ત્યારબાદ તેને મફતમાં ફિલ્મ જોવા દે છે. પછી બંનેની મિત્રતા મજબૂત બને છે, પરંતુ તેમને ખબર નથી કે, ભવિષ્યમાં ખૂબ મોટું પરિવર્તન આવવાનું છે. આ ફિલ્મની સ્ટોરી છે.

પ્રશ્નઆ ફિલ્મ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો આમાં બાળ કલાકાર કોણ કોણ છે?

જવાબ'લાસ્ટ ફિલ્મ શૉ'ની (Last Film Show movie) સ્ટોરી મારા નાનપણમાં જોવા મળી આવે છે અને બીજા મારા મિત્ર જે પોતે જ પ્રોજેક્ટ ઑપરેટર હતા. વર્ષ 2010-11માં બધા પ્રોજેક્ટ ઑપરેટરને નાશ થયો ને બધું ડિજિટલ થઈ ગયું. આ ઘટનાથી પ્રોજેક્ટ બંધ થઇ ગયા. સિંગલ સ્ક્રીન, ડબલ સ્ક્રીનની અંદર જે ફિલ્મો આવી. તેથી અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો તેમ દર્શાવે છે. આમાં બાળકો હોવા ખૂબ જ જરૂરી હતા. જેથી આ ફિલ્મમાં નાના બાળકો લેવામાં આવે છે, જે સૌરાષ્ટ્રના અમરેલી, ધારી, તાલાળાના વિસ્તારોમાંથી 3,000 જેટલા બાળકોનું ઓડીશન લેવામાં આવ્યા હતા. આમાંથી 6 બાળકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ભાવિન રબારી બીજા જે બાળ કલાકાર અમદાવાદના છે.

પ્રશ્નફિલ્મનું નામ 'લાસ્ટ ફિલ્મ શૉ' કેમ રાખવામાં આવ્યું?

જવાબઆ ફિલ્મનું નામ 'લાસ્ટ ફિલ્મ શૉ' (Last Film Show movie) છે. ફિલ્મની જે પટ્ટી ચાલતી હતી. તેમ જ આ સ્ટોરી સેટ કરવામાં આવે છે. લાસ્ટ શૉ પટ્ટીનો શો હતો. તેનો મતલબ એ નીકળે છે. બીજો સમય અને સફળતાનો જે સમય છે તેવો જ એક લાસ્ટ શૉ છે. કારણ કે, સિંગલ શો બંધ થઈ રહ્યો છે. બીજી તરફ ડિજિટલ શૉ શરૂ થઈ રહ્યા છે, જેથી આ ફિલ્મમાં 'લાસ્ટ ફિલ્મ શૉ' જોવા માટે પોતાના સપના પૂરા કરવા માટે ગામ છોડીને મોટા શહેરમાં આવે છે. એ સંદર્ભમાંથી આ ફિલ્મનું નામ 'લાસ્ટ ફિલ્મ શૉ' (Last Film Show movie) રાખવામાં આવ્યું છે.

પ્રશ્ન"લાસ્ટ ફિલ્મ શો" ગુજરાતી સિવાય કઈ કઈ ભાષાઓમાં જોવા મળશે?

જવાબ'લાસ્ટ ફિલ્મ શૉ' (Last Film Show movie) અત્યાર સુધી સ્પેનમાં છેલ્લા 12 અઠવાડિયાથી રિલીઝ થઈ ગઈ છે. સ્પેનિષ ભાષામાં ડબ કરવામાં આવી છે. જ્યારે જર્મનીમાં ઈઝરાયેલ, અમેરિકા ,જાપાન, ઇટાલીમાં રિલીઝ કરવામાં આવશે. ભારતમાં માત્ર ગુજરાતીમાં રિલીઝ થઈ છે. હિન્દીમાં ડબ કરવામાં આવી રહી છે. જો ઇન્ટરેસ્ટ રહ્યો તો સાઉથની ભાષામાં પણ ડબિંગ કરવામાં આવશે.

પ્રશ્નઆ ફિલ્મની વાત કરવામાં આવે તો ઘણા બધા બાળ કલાકારો છે. જે વ્યક્તિનો અનુભવ ધરાવતા ન હોવાથી કઈ રીતે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.?

જવાબનાના બાળકો એક્ટિંગનો અનુભવ ધરાવતા નહતા અને નાના ગામડાઓમાંથી આવે છે, ત્યારે સમસ્યાઓ સામે આવે છે. તે ખૂબ મોટો પડકાર હોય છે. જેના માટે ખૂબ મોટો સમય હતો, પરંતુ અમારી પાસે વધુ માટે ચારથી પાંચ મહિનાનો સમય હતો. બાળકો ખૂબ મહેનત કરી હતી. એમની પાસે નેચરલ ટેલેન્ટ ખૂબ જ હતું, જેથી અમારા માટે રાહતની વાત હતી. બસ બાળકોને હવે એ જ શીખવાડવાનું હતું કે, કેમેરાની સામે કેવી રીતના એક્ટિંગ કરવી. કેટલાક ડાયલોગમાં પણ બાળકોને પોતાની રીતે છૂટ આપવામાં આવી હતી. જેથી કોઈ ડાયલોગ ગોખ્યા ન હોય તેઓ પણ અનુભવ કરી શકે. જેથી શૂટિંગ દરમિયાન હળવા અનુભવે તેવા પ્રકારનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો.

પ્રશ્ન'લાસ્ટ ફિલ્મ શૉ'નું શૂટિંગ ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં કરવામાં આવ્યું હતું?

જવાબ'લાસ્ટ ફિલ્મ શૉ' (Last Film Show movie)નું શૂટિંગ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યું હતું, જ્યાં હું મોટો થયો છું. અમરેલી, લાઠી, ચલાલા, ધારી, સાસણગીર જે બોર્ડરના ગામો છે ત્યાં શૂટિંગ કરવામાં આવ્યું છે. ક્લાઈમેક્સનું શૂટિંગ રાજકોટમાં થયું હતું.

પ્રશ્નઆ ફિલ્મના બાળ કલાકાર રાહુલ કોલીનું તાજેતરમાં નિધન થયું છે તો તેમની એક્ટિંગ કેવી હતી?

જવાબબાળ કલાકાર રાહુલ કોલી તે એક મુખ્ય એક્ટરના મિત્રોનો રોલ કરી રહ્યો હતો. તેને ખૂબ જ સુંદર એક્ટિંગ કરી હતી. સારું કામ પણ કર્યું હતું. જ્યારે પણ તે શૂટિંગમાં આવે ત્યારે તેને રસ પણ હતો. તેને લાઇટ મેન બનવાનો શોખ હતો. અમે પણ કહ્યું હતું કે, જ્યારે તું પણ મોટો ત્યારે ત તને મુંબઈ લઈ જઈને લાઈટ મેન શીખવાડીશું. કારણ કે, હાલમાં સ્કૂલમાં ભણી રહ્યો હતો અને તેની મિત્રતા લાઈટ સાથે ખૂબ જ બની ગઈ હતી. જ્યારે પણ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય ત્યારે લાઇટમેન સાથે લાઈટ ગોઠવવામાં પણ મદદરૂપ થઈ જતો હતો. જ્યારે 2-3 મહિના પહેલા અમને ખબર પડી કે, તેને બ્લડ કેન્સર થયું છે. તે સમયે અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે આ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો હોસ્પિટલ તેની મદદથી પહોંચ્યા હતા. ડોક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહ્યા હતા. તેને બચાવવાનો ઘણો કર્યો પણ આ એક એવી બીમારી હતી કે, જે અમારા હાથમાં નહતી. એટલે તેને ન બચાવી શક્યા, પણ આ જ તેરમું છે અને આજે પણ રિલીઝ થઈ રહી છે. આજે તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. આજે એક આંખમાં હસી રહ્યા છીએ કે, અમારે ફિલ્મ ઓસ્કરમાં જઈ રહી છે. જ્યારે બીજી આંખમાંથી દુઃખ છે આંસુ નીકળી રહ્યા છે કે, રાહુલ કોલી અમારી વચ્ચે નથી. નક્કી કર્યું છે કે, આજે સેરેમની પતાવીને કાલે રાહુલના પરિવારને મળીશું અને શ્રદ્ધાંજલિ આપીશું અને રાહુલને યાદ જીવિત રાખીશું.

પ્રશ્નહાલમાં અર્બન મૂવીમાં ખૂબ જ મોટો ક્રેઝ જોવા મળી રહ્યો છે તેનું પાછળનું કારણ શું છે?

જવાબપહેલા અને અત્યારમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સ્ટોરી બતાવવામાં પણ અને સ્ક્રીપ્ટમાં પણ એક અલગ પ્રકાર જોવા મળી આવી રહ્યો છે. કોરોના વખતે થિયેટર બંધ હતા. તેથી વેબસાઈટ પરથી કે સોશિયલ મીડિયાથી આપણે જોતા હતા. તેથી લોકો પાસે ખુબ જ સમય હતો. તેથી જ કન્ટેન્ટ પણ મોટી પ્રમાણમાં મળતું હતું. ત્યાંથી દરેકની એક રૂચિ બદલાઈ ગઈ છે. હું પહેલાથી જ માનતો હતો કે, દર્શકો ફિલ્મ મેકરથી હંમેશા સ્માર્ટ હોય છે. ક્યારે પણ તેમને નીચા સમજવા ન જોઈએ. જે આજે સાબિત થયું છે.

પ્રશ્નકોરોના વખત થિયેટર બંધ હોવાથી OTT પ્લેટફોર્મ આવથી કહી શકાય કે, આજના યુવાનોને પણ ટેલેન્ટ બતાવવા માટે એક ખૂબ જ સુંદર માધ્યમ મળ્યું છે?

જવાબOTT પ્લેટફોર્મ ખૂબ જ સારી બાબત છે. કારણ કે, બીજા એક બીજા માધ્યમથી પણ સારા નવા નવા સ્ટોરી રાઇટર અને નવા એક્ટરો મળી રહ્યા છે. દરેક પાસાઓમાં પણ આવા સારા એક્ટરો મળી રહ્યા છે. દરેકને પોતાનો કામ બતાવવાનો મોકો મળી રહ્યો છે. આટલા મોટા પ્લેટફોર્મ હોવાથી જરૂરથી પણ વધારે કન્ટેન્ટ આવી રહ્યું છે.અને સમય પણ મળી રહ્યો છે. જેથી કે પ્લેટફોર્મ આવવાથી નવા યુવાનો ટેલેન્ટ પણ આજ બહાર આવી રહ્યું છે.

પ્રશ્ન'લાસ્ટ ફિલ્મ શૉ' ઓસ્કરમાં નોમીનેટ થઈ છે કેવું અનુભવી રહ્યા છો?

જવાબમેં જ્યારે 'લાસ્ટ ફિલ્મ શૉ' (Last Film Show movie) બનાવી. ત્યારે દરેક ફિલ્મની જેમ જ બનાવી હતી. મુખ્ય ઉદ્દેશ હતો કે, વધુને વધુ દર્શકો સુધી પહોંચે. એ જ એક ડાયરેક્ટરની ઈચ્છા હોય છે. જે પણ જે પણ લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. તે જોઈને ખુશી મેળવીને બહાર આવી રહ્યા છે. આજે દુનિયાભરના લોકો 'લાસ્ટ ફિલ્મ શૉ' (Last Film Show movie) ટ્વીટ પણ બતાવી રહ્યા છે. જે જોઈને મને પણ ખૂબ જ ખુશી થઈ રહી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા ને ખુબ જ સારો નિર્ણય લીધો છે.

ABOUT THE AUTHOR

...view details