અમદાવાદઃ ગુજરાતના દિલીપ સંઘાણી ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) ના ચેરમેન બન્યાં છે. તેઓ આ રાષ્ટ્રીય સંસ્થાના વાઇસ ચેરમેનના પદ ઉપર હતાં. સંસ્થાના ડિરેક્ટરોએ સર્વાનુમતે તેમને(Dileep Sanghani elected as IFFCO chairman) ચેરમેન તરીકે ચૂંટી નાખ્યા છે.
IFFCO ના 17 માં પ્રમુખ
ઇફકો (Indian Farmers Fertilizers Co-operative Limited) વિશ્વનું સૌથી મોટું સહકારી સંગઠન છે. જે ખાતરના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. તેના 17 માં પ્રમુખ તરીકે અમરેલીથી ગુજરાતના પૂર્વ ખેતીપ્રધાન દિલીપ સંઘાણી બન્યાં છે. ઇફકોના 16 માં પ્રમુખ બલવિંદરસિંહનું ઓક્ટોબર, 2021 માં નિધન થતા, 2019 થી વાઇસ ચેરમેન રહેલા દિલીપ સંઘાણીને પ્રમુખ (Dileep Sanghani elected as IFFCO chairman) બનાવાયા છે.