ગુજરાત

gujarat

ETV Bharat / city

સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી વચ્ચેના વૈચારિક મતભેદો, વાંચો વિશેષ અહેવાલ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઇટીવી ભારતે વરિષ્ઠ પત્રકાર હરિભાઇ દેસાઇ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી વચ્ચેના વૈચારિક મતભેદો અંગે વિશેષ વાતચીત કરી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી વચ્ચેના વૈચારિક મતભેદો
સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી વચ્ચેના વૈચારિક મતભેદો

By

Published : Oct 30, 2020, 12:09 PM IST

Updated : Oct 30, 2020, 1:35 PM IST

ઉપરોક્ત ઇન્ટરવ્યૂમાં વિચારો વિષય નિષ્ણાતના પોતાના છે, ઇટીવી ભારત તેને સમર્થન આપતું નથી.

  • સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી વચ્ચેના વૈચારિક મતભેદો
  • દેશના હિત માટે એકમત થઇ જતા

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા વિભૂતિ હતા કે જેમણે દેશની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવ્યો અને ત્યારબાદ દેશના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે દેશની સેવા કરી. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી વચ્ચે અનેક મુદ્દે મતભેદ હતા પરંતુ જ્યારે પણ દેશની વાત આવે ત્યારે સરદાર પટેલ અને ગાંધીજી હંમેશા એક મત રહેતા અને દેશહિત માટેના નિર્ણયો સર્વ સંમતિથી લેતા.

સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી વચ્ચેના વૈચારિક મતભેદો

સરદાર પટેલ પાકિસ્તાનને 53 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર નહોતા પરંતુ ગાંધીજીની જીદ સામે ઝૂકવું પડયું

ભારતની આઝાદીની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે તેની સાથે સાથે ભારત અને પાકિસ્તાનના ભાગલાની વાત પણ આકરા સમયની યાદ અપાવે છે. ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે ભારતે પાકિસ્તાનને રૂપિયા 53 કરોડ આપ્યા હતા. આ રૂપિયા આપવાને લઇને સરદાર સંમત ન હતા પરંતુ ગાંધીજીની જીદને કારણે તેઓ પાકિસ્તાનને પૈસા આપવા માટે તૈયાર થયા હતા. સરદાર પટેલ જાણતા હતા કે પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ હથિયાર ખરીદવા માટે કરશે અને તે ભારત સામે હથિયારોનો ઉપયોગ કરશે. પરંતુ આઝાદી વખતે થયેલા સમાધાન મુજબ ગાંધીજી આ પૈસા પાકિસ્તાનને આપવાનું વચન આપ્યું હતું. જેથી ગાંધીજી ઉપવાસ પર ઉતરી ગયા હતા અને ત્યારબાદ કેબિનેટની બેઠક ગાંધીજીના ખાટલાની આસપાસ મળી હતી જેમાં પાકિસ્તાનને રૂપિયા 53 કરોડ રૂપિયા આપવાની વાત મંજૂર થઈ હતી.

સરદાર પટેલ ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોને અધર્મ માનતા હતા

સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી દ્વારા કરવામાં આવતા બ્રહ્મચર્યના પ્રયોગોને અધર્મ માનતા હતા. ગાંધીજી પોતાના બ્રહ્મચર્યના પ્રયોગો વખતે મહિલાઓ વચ્ચે નગ્ન અવસ્થામાં સુતા હતા જે સરદાર પટેલને અધર્મ લાગતું હતું આ અંગે સરદાર પટેલ જાહેરમાં તેનો વિરોધ પણ કરતા હતા.

સરદાર પટેલ અનેકવાર ગાંધીજીની મજાક પણ ઉડાવતા

ગાંધીજી સરદાર પટેલ કરતા ફક્ત છ વર્ષ મોટા હતા જેથી બંને વચ્ચે સારી મિત્રતા પણ હતી. સરદાર પટેલ અનેકવાર ગાંધીજીની મજાક પણ ઉડાવતા હતા પરંતુ ચંપારણ સત્યાગ્રહ વખતે ગાંધીજીના નિર્ણયોથી સરદાર ખૂબ પ્રભાવિત થયા હતા ત્યારબાદ તેઓ સંપૂર્ણ રીતે ગાંધીજીને સમર્પિત થઈ ગયા હતા.

સરદાર પટેલને ક્યારેય કોઈપણ પદની લાલસા નહોતી

સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન કહેતા હતા કે સરદાર પટેલને ક્યારેય પણ કોઈ પદની લાલસા નહોતી. હાલના સમયમાં જ્યારે સરદાર પટેલને વડાપ્રધાન ન બનાવી તેમની સાથે અન્યાય કર્યો હોવાના નામે રાજનીતિ થાય છે ત્યારે ગાંધીજીના કહેવાથી સરદાર પટેલને વડાપ્રધાન ન બનાવ્યા હોવાની વાત સામે આવે છે, પરંતુ આ વાત ખોટી છે અને સરદાર પટેલે ક્યારેય પોતાના વ્યક્તિગત જીવનમાં સત્તાની લાલસા રાખી નથી.

Last Updated : Oct 30, 2020, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details