ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલનો ભાવ માત્ર 67 રૂપિયા, એક ક્લિક પર ફાયદો... - ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના (Petrol Price In Gujarat) ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ બાદ દેશભરના અને અનેક શહેરોમાં 110 આસપાસ ભાવ થઈ ગયો હતો, જેને ધ્યાને લઈને દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ (Diesel Price In Gujarat) પર લાગુ કરવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, આ નવા ભાવ ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે ચાલો જાણીએ કે, રાજ્યમાં ક્યાં શહરમાં સૌથી વધારે અને ક્યાં શહેરમાં સૌથી ઓછા ભાવ છે તે જોઈએ...

ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલનો ભાવ માત્ર 67 રૂપિયા
ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલનો ભાવ માત્ર 67 રૂપિયા

By

Published : Nov 8, 2021, 5:22 PM IST

  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ લોકોને મોટી રાહત મળી
  • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં નોંધાયો
  • આજના દિવસે ખેડામાં પેટ્રોલ-ડીઝલનો સૌથી ઓછો ભાવ નોંધાયો

ન્યૂઝ ડેસ્ક : પેટ્રોલ અને ડીઝલના (Petrol Price In Gujarat) ભાવમાં ઘટાડા બાદ લોકોને મોટી રાહત મળી છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો (Diesel Price In Gujarat) સૌથી વધુ કિંમત ભાવનગરમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત, CNG ગેસના રાજ્યમાં સૌથી વધારે કિંમત અમદાવાદમાં નોધાઈ છે. જ્યારે બીજી તરફ જોઈએ તો, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના સૌથી ઓછા ભાવ ખેડામાં જોવા મળી રહ્યા છે.

રાજ્યની મહાનગરપાલિકાઓમાં પેટ્રોલના ભાવ

મહાનગરપાલિકા કિંમત
અમદાવાદ 95.11
ગાંધીનગર 95.33
સુરત 94.99
વડોદરા 94.78
રાજકોટ 94.87
ભાવનગર 96.84
જૂનાગઢ 95.79
જામનગર 95.06
રાજ્યમાં સૌથી વધુ ભાવ ભાવનગર (96.84)
રાજ્યમાં સૌથી ઓછો ભાવ ખેડા (67.2)

રાજ્યની મહાનગરપાલિકાઓમાં ડીઝલનો ભાવ

મહાનગરપાલિકા કિંમત
અમદાવાદ 89.11
ગાંધીનગર 89.32
સુરત 89
વડોદરા 88.77
રાજકોટ 88.88
ભાવનગર 90.84
જૂનાગઢ 89.80
જામનગર 89.05
રાજ્યમાં સૌથી વધુ ભાવ ભાવનગર (90.84)
રાજ્યમાં સૌથી ઓછો ભાવ ખેડા (60.84)

રાજ્યની શહેરોમાં CNG ગેસનો ભાવ

શહેર કિંમત
અમદાવાદ 62.99
ગાંધીનગર 58.10
વડોદરા 58.78
સૌથી વધુ ભાવ અમદાવાદ (62.99)
સૌથી ઓછો ભાવ ગાંધીનગર (58.10)

ક્યાં રાજ્યોએ વેટ ઘટાડ્યો?

કર્ણાટક, પુડુચેરી, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, આસામ, સિક્કિમ, બિહાર, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત, દાદરા અને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જેમણે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડા પછી સ્થાનિક વેટમાં ઘટાડો કર્યો છે. નગર હવેલી, દમણ અને દીવ, ચંદીગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને લદ્દાખનો સમાવેશ થાય છે. જોકે પંજાબને છોડતા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા બિન-ભાજપ શાસિત રાજ્યોએ હજુ સુધી વેટ ઘટાડ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details