ગુજરાત

gujarat

ETV Bharat / city

ડાયાબિટીસ હોય અને કોરોના થાય તો મોત થવાની શકયતા અનેકગણી વધી શકે છે - કોમોર્બિડીટી

કોરોના વાઈરસનો કહેર હજુ દેશભરમાં યથાવત જ છે. આજે પણ કોરોના વાઈરસથી અનેક લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે માત્ર કોરોના સાથે અન્ય ગંભીર રોગ હોવાથી પણ મોત વધારે થતા હોય છે. જેમાં ડાયાબીટીસ હોય અને કોરોના થાય તો મોત થવાની શકયતા અનેક ઘણી વધી જાય છે.

ડાયાબિટીસ હોય અને કોરોના થાય તો મોત થવાની શકયતા અનેકગણી વધી શકે છે
ડાયાબિટીસ હોય અને કોરોના થાય તો મોત થવાની શકયતા અનેકગણી વધી શકે છે

By

Published : Aug 28, 2020, 2:48 PM IST

અમદાવાદઃ શહેરના શ્યામલ રોડ પર મેડિલીંક હોસ્પિટલ આવેલી છે. જે આમ તો ડાયાબિટીસના ઈલાજ માટે જાણીતી છે. પરંતુ કોરોના વાઈરસની મહામારીમાં આ હોસ્પિટલને પણ કોર્પોરેશન દ્વારા કોવિડ-19 હોસ્પિટલ તરીકે ફાળવવામાં આવી હતી. જેમાં કેટલાક દર્દીઓ કોર્પોરેશન હસ્તકના છે તો કેટલાક હોસ્પિટલના ખાનગી દર્દીઓ પણ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ડાયાબિટીસ હોય અને કોરોના થાય તો મોત થવાની શકયતા અનેકગણી વધી શકે છે
હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 400 લોકોએ કોરોનાની સારવાર મેળવી છે. આ હોસ્પિટલના મુખ્ય ડોકટર મનીષ અગ્રવાલ ડાયાબિટીસના સ્પેશ્યલિસ્ટ છે. જે લગભગ 20 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડોકટર દ્વારા ડાયાબિટીસ હોય અને કોરોના પણ હોય તેવા અનેક દર્દીઓની સારવાર કરવામાં આવી છે. ડોકટરે તેમના 400 દર્દીઓના સારવારના અનુભવ બાદ ETV ભારત સાથે વાતચીતમાં જણાવાયું હતું કે, સામાન્ય રીતે કોરોના પોઝિટિવ આવ્યાં બાદ દર્દીને અન્ય બીમારી ન હોય તો તે જલદીથી જ સ્વસ્થ થઈ જાય છે. પરંતુ કોરોના સાથે અન્ય બીમારી પણ હોય ત્યારે સ્વસ્થ થવામાં સમય લાગે છે, તેમાં પણ ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી હોય તો દર્દી માટે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની જાય છે.
ડાયાબિટીસ હોય અને કોરોના થાય તો મોત થવાની શકયતા અનેકગણી વધી શકે છે
ડોકટર અગ્રવાલે 400 દર્દીઓની સારવાર કરી હતી. જેમાંથી 15-20 ટકા જેટલા દર્દીઓને ડાયાબિટીસ હતી .પરંતુ જેમને સામાન્ય ડાયાબિટીસ હતી તેઓ પ્રમાણમાં વધુ ઝડપથી સ્વસ્થ થઈ ગયાં હતાં. પરંતુ જેમને ડાયાબિટીસનું પ્રમાણ વધારે હતું તેમને સારવારમાં અનેક મુશ્કેલી આવી હતી. મેડીલિંક હોસ્પિટલમાં કોરોનાથી 7 દર્દીઓના મોત થયાં હતાં. જેમાંથી 5 દર્દીઓને હાઈપર ડાયાબિટીસ હતી. જેથી તેમને પહેલાં ઓક્સિજન આપવો પડ્યો અને ત્યારબાદ વેન્ટિલેટર પર પણ રાખવા પડ્યાં હતાં અને અંતે તેમનું મોત થયું હતું. જ્યારે અન્ય 2 દર્દીઓને અન્ય બીમારી હતી.ડાયાબીટીસ પણ એવો રોગ છે કે જેમાં લોકોને શરૂઆતમાં ખબર પણ નથી રહેતી કે તેમને ડાયાબિટીસ છે. પરંતુ સામાન્ય ડાયાબિટીસ ઘણા બધા લોકોમાં હોય છે જે અંગે તકેદારી રાખવાની જરૂર છે. માત્ર કોરોના હોય તો સ્વસ્થ થવાની શકયતા વધારે હોય છે.ડોકટર અગ્રવાલના જણાવ્યા અનુસાર માત્ર કોરોનાથી મોત ખૂબ જ ઓછાં થાય છે પરંતુ કોરોનાની સાથે અન્ય બીમારી હોય ત્યારે પરિસ્થિતિ ગંભીર બને છે. એમાં પણ ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન હોય અને કોરોના પણ હોય ત્યારે મોત થવાની શકયતા અનેક ઘણી વધી જાય છે.

ABOUT THE AUTHOR

...view details