ગુજરાત

gujarat

ETV Bharat / city

Dharmacharya Samaroh in Riverfront 2022: રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો, 10,000થી વધુ લોકો રહ્યા ઉપસ્થિત - ગુજરાતમાં કોરોના ઓમિક્રોનના કેસ

અમદાવાદ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમાં (Dharmacharya Samaroh in Riverfront 2022) યોજાયો હતો. જેમાં એક સાથે 10,000થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં મોટા પ્રમાણે કોરોના નિયમોનું ઉલ્લઘંન થયું હતું.

Dharmacharya Samaroh in Riverfront 2022: રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો, 10,000થી વધુ લોકો રહ્યા ઉપસ્થિત
Dharmacharya Samaroh in Riverfront 2022: રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો, 10,000થી વધુ લોકો રહ્યા ઉપસ્થિત

By

Published : Jan 5, 2022, 11:40 AM IST

અમદાવાદઃ રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ (Dharmacharya Samaroh in Riverfront 2022) યોજાયો હતો. દિવ્ય કાશી ભવ્ય કાશી હેઠળ નિર્માણ થયેલ કાશી વિશ્વનાથ કોરિડોરને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા માટે આ કાર્યક્રમનું (Dharmacharya ceremony for Narendra Modi) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 1,000થી પણ વધુ સાધુસંતો એકઠા થયા હતા. જોકે, કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘન બદલ સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન (Violation of Corona's guideline in Dharmacharya blessing ceremony) થયું હતું.

વોર્ડદીઠ કોર્પોરેટરને કાર્યક્રમમાં લોકોને લાવવા અપાયો ટાર્ગેટ

આ પણ વાંચો-Corona Guidelines Violation : પત્રકારે કોરોના નિયમનું ઉલ્લંઘન વિશે પુછ્યું, સાસંદે બીજાને પુછીને જવાબ આપ્યો- "No Comments"

લોકોનો એક જ પ્રશ્ન, શું આવા કાર્યક્રમોથી નહીં થાય કોરોના?

અમદાવાદમાં દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું (Dharmacharya Samaroh in Riverfront 2022) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી 1,000થી પણ વધુ સાધુ-સંતો આવ્યા હતા. એટલું જ નહીં ભાજપના એક બે નહીં, પરંતુ પૂરા 10,000થી પણ વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આને જોતા કેટલાક લોકો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે, શું આવા કાર્યક્રમથી કોરોના નહીં ફેલાય. અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભ સદન પાછળ કર્ણાવતી મહાનગર ખાતે યોજાયેલા ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in Dharmacharya ceremony), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સહિત પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

લોકોનો એક જ પ્રશ્ન, શું આવા કાર્યક્રમોથી નહીં થાય કોરોના?

વોર્ડદીઠ કોર્પોરેટરને કાર્યક્રમમાં લોકોને લાવવા અપાયો ટાર્ગેટ

ઉત્તરપ્રદેશમાં ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિષદનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા આ (Dharmacharya ceremony for Narendra Modi) ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1,000 જેટલા સાધુસંતો હાજર રહ્યા હતા. એક જ સ્ટેજ પર સાધુઓ બેઠા હતા, જેથી કોરોનાને ખૂલ્લેઆમ આમંત્રણ (Corona uncontrollable in Gujarat) આપી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યા (Violation of Corona's guideline in Dharmacharya blessing ceremony ) નહતા. આશીર્વાદ સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. શહેરના દરેક વોર્ડના કાઉન્સિલરને પ્રજા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વોર્ડદીઠ 50થી 100 લોકોને આ કાર્યક્રમમાં લાવવા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા એએમટીએસ બસ ભરી ભરીને લાવવામાં આવતી હતી, જ્યાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ધજાગરા (Violation of Corona's guideline in Dharmacharya blessing ceremony ) ઊડી રહ્યા હતા.

આ પણ વાંચો-કોરોના વચ્ચે તંત્રની બેવડી નીતિ, સુરત ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 25 હજાર લોકો ઉમટ્યા

સી.આર પાટીલે ફરી લવ જેહાદ મામલે આપ્યું નિવેદન

દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ કાર્યક્રમ સમારોહ યોજાયો હતો આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આશીર્વાદ આપવા (Dharmacharya ceremony for Narendra Modi) આ મંચ પર રાજ્યના ચાર સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત તમામ પ્રધાનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ફરી લવ જેહાદ મામલે નિવેદન આપ્યું હતું કે, હિન્દૂ દીકરીઓની સુરક્ષા કરવામાં આવશે. લવ જેહાદના કિસ્સા કરનારાને છોડવામાં નહીં આવે હર્ષભાઈ આ પ્રકારના બનાવમાં કાર્યવાહી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details