- ધંધુકા પોલીસનેઆઈસરમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળેલી
- ટાવરના કુલીંગ સિસ્ટમની આડમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો
- 22.60 લાખનો કુલ મુદ્દામાલ કબજે કર્યો
અમદાવાદ :ધંધુકાના PI સી.બી. ચૌહાણ, પી.એસ.આઇ ડી.એસ ઝાલા સાહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલી અંગત બાતમીના આધારે વોચ ગોઠવાઇ હતી. તેવા સમયે બંધ બોડીનું આઇસર નંબર MH 04-HY 7763ને ધંધુકા પોલીસની હદમાં જાહેર માર્ગ પર અટકાવીને તપાસ કરવામાં આવી હતી. આઇસરમાં ટાવરના કુલીંગ સિસ્ટમનો ઉપયોગ થાય તે મટિરીયલની આડમાં પુઠાંના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો.
આ પણ વાંચો : આઇસરમાં ચોર ખાનું બનાવી અમદાવાદ લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
22.60 લાખનો કુલ મુદ્દામાલ કબજે કર્યો