- ગેરકાયદેસર ગૌવંશની કતલ કરતા ત્રણ ઈસમોને ધંધૂકા પોલીસે દબોચી લીધા
- દરોડા દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
- ગૌવંશની કતલ કરવાના ધારદાર છરા સહિત ગૌમાંસ સાથે ધરપકડ
ધંધુકા: અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ધંધુકાના કુવાડ વાડ વિસ્તારમાં કેટલાક ઇસમો ગૌવંશના વાછરડાની નિર્મમ કતલ કરી રહ્યાની બાતમી ધંધુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહને મળી હતી. જે આધારે ધંધુકા PI સી. બી ચૌહાણ, ASI રાજેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નવેજ રજા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ સહિતની ટીમ દ્વારા દરોડા પાડતા ગૌવંશનીની કતલ કરી રહેલા ત્રણ ઈસમો ગૌમાંસ સાથે દબોચી લેવામાં ધંધુકા પોલીસને સફળતા મળી હતી.
પોલીસ મહાનિરીક્ષક કે.જી ભાટી. તેમજ પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય વિરેન્દ્રસિંહ યાદવની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક બી.એસ વ્યાસ ધોળકાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પાલતું પશુઓની કતલ કરતાં ઈસમોની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુચના આપવામાં આવી હતી. જે પ્રમાણે ધંધુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે ખાનજી વાડા મસ્જિદ પાસે કુવાડ વાડ ધંધુકા ખાતે પોલીસે કરી દરોડા પાડ્યા હતા. જેમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
" ધંધુકા પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ"
(1) ભીખાભાઈ રસુલભાઇ શેખ
(2) ફારૂકભાઇ રસુલ ભાઈ શેખ
(3) રહીમભાઈ હુસૈનભાઈ શેખ
આ ત્રણેય શખ્સો પાસેથી ગૌમાંસનો 45 કિલો જથ્થો, કિંમત રૂપિયા 4500 પાંચ લોખંડના ધારદાર છરા, પાંચ નાની છરી, વજન કાંટો સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ ત્રણેય શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે આરોપીઓને ગૌમાંસનો જથ્થો પૂરો પાડનારા જાફર ઉર્ફે જુમો ઉમરભાઈ ફરાર થઈ જતા તેની સામે પણ પશુ એક્ટ ધારા મુજબ ગુનો નોંધી ચાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.