- જયંતીભાઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંદુષ્કર્મની ઘટના
- યુવતીની એકલતાનો લાભ ઉઠાવી યુવકે આચર્યું દુષ્કર્મ
- ભોગ બનનારી યુવતીએ ધંધુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદ: ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં 24 વર્ષીય યુવતી પર ગામના જ યુવક દ્વારા દુષ્કર્મ આચર્યું હોવા અંગે ધંધુકા પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા ફરિયાદ નોંધાવાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
દુષ્કર્મ આચરી આરોપી ફરાર
ધંધુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધંધુકા પોલીસની હદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના ઘરે એકલી હતી તેવા સમયે એક યુવક તેના ઘરે આવી ચડ્યો હતો. યુવતીની એકલતાનો લાભ ઉઠાવી યુવતીને તેના ઘર પાસેના વાડામાં લઈ જઈ યુવતીની મરજી વિરુદ્ધ આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. સમગ્ર ઘટના સંદર્ભે યુવતીએ તેના પરિવારને જાણ કરતા અંતે યુવતી સહિત પરિવારજનો ધંધુકા પોલીસ સ્ટેશનનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ધંધૂકા પોલીસે યુવતીના જણાવ્યા પ્રમાણે દુષ્કર્મ આચરનારા સંજય ઉર્ફે નીરુભાઈ લાલજીભાઈ મકવાણા સામે IPC કલમ 376 મુજબ ગુનો નોંધ્યો હતો.