અમદાવાદ: અમદાવાદના ધંધુકામાં (Dhandhuka Murder Case) સોશિયલ મીડિયા પોસ્ટથી નારાજ થયેલા કેટલાક લોકોએ કિશન બોળિયાની હત્યા(Kishan Boliya Murder Case) કરી હતી. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના મૌલવી (Ahmedabad Maulavi In Murder Case)ની સંડોવણી સામે આવી છે. સૂત્રો પ્રમાણે હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યા હતા. ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ અપાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:Vaccination campaign: સર મુબારક દરગાહ ધંધુકા ખાતે મેગા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં
ધંધુકાફાયરિંગ વિથ મર્ડર કેસ (Dhandhuka Firing With Murder)માં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં આવી ગયા છે. હર્ષ સંઘવીએ ભરવાડ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. ગૃહપ્રધાને ન્યાય અપાવાની સંપૂર્ણ ખાતરી આપી છે. ગૃહપ્રધાને ધંધુકામાં પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં 2 આરોપીઓએ બાઇક પર આવીને કિશન બોળિયા પર ફાયરિંગ કર્યું હતું અને મોતને ઘાટ ઉતાર્યો હતો.