અમદાવાદ: ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા (Dhandhuka murder case) કેસ મામલે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, તેમજ મામલો ગંભીર બનતો જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે ગૃહપ્રધાન દ્વારા આ તપાસ ATS (Ats inquiry in Dhandhuka murder case)ને સોપાતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તપાસ સોંપાતાના ગણતરીના કલાકોમાં જ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માની તેમજ રાજકોટના અજીમ સમાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે તપાસમાં દિલ્લીના મૌલવી (Maulvi from Delhi) ભડકાઉ ભાષણ આપતા હોવાનું અને હત્યાનું ષડયંત્ર રચતા હોવાનું સામે આવતા તેની સામે એટીએસે કાર્યવાહી હાથ ધરી છે.
શુ હતી સમગ્ર ઘટના?
ધંધુકામાં થોડા દિવસ પહેલા કિશન ભરવાડ (Dhandhuka kishan bharvad)નામના શખ્સની શબ્બીર અને ઈમ્તિયાઝ નામના શખ્સે ગોળી મારીને હત્યા કરી હતી. જે ઘટનામાં કિશન ભરવાડ પયગંબર બાબતે ધાર્મિક ટિપ્પણી કરતા ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જે ઘટનામાં અગાઉ કિશન ભરવાડ સામે ફરિયાદ થઇ હોવાનું પણ ખુલ્યું છે. જો કે તેમ છતાં આ ધાર્મિક ટિપ્પણીને લઇને તેના ઉપર ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું કે, ઇસ્લામ સંગઠનમાં કામ કરતા અને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ઉશ્કેરણીજનક વાક્યો કહીને ભડકાવવાનું સામે આવ્યું, જેના કારણે આ ઘટના બની હતી.
આ પણ વાંચો:Illegal Foreign Tour: ગેરકાનૂની રીતે વિદેશ જવું એટલે કુહાડી પર પગ મારવો