ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Rathyatra 2022: આજથી જગન્નાથ મંદિરમાં ઉમટશે ભક્તોનું ઘોડાપુર, જાણો આજે કયા કયા થયા કાર્યક્રમો

અષાઢી બીજના રોજ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા કોરોના બે વર્ષ બાદ અમદાવાદ(Jagannath Temple Jamalpur Ahmedabad) નીકળી છે. હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વિવિધ પૂજા વિધિ અને કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આજ રોજ ભગવાન જગન્નાથ નેત્રોત્સવ પૂજા(Jagannath Netrotsav Puja), ધ્વજારોહણ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Rathyatra 2022: આજથી જગન્નાથ મંદિરમાં ઉમટશે ભક્તોનું ઘોડાપુર, જાણો આજે કયા કયા થયા કાર્યક્રમો
Ahmedabad Rathyatra 2022: આજથી જગન્નાથ મંદિરમાં ઉમટશે ભક્તોનું ઘોડાપુર, જાણો આજે કયા કયા થયા કાર્યક્રમો

By

Published : Jun 29, 2022, 7:45 PM IST

અમદાવાદ:ભગવાન જગન્નાથ રથયાત્રાને(Ahmedabad Rathyatra 2022) હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નેત્રોત્સવ, ધ્વજારોહણ, ભંડારમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન(Former Deputy Chief Minister) નીતિન પટેલ હાજર રહ્યા હતા.

આજે નેત્રોત્સવ,ધ્વજારોહણ,ભંડારમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પૂર્વનાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:જગન્નાથ મંદિરમાં અમિત શાહ મંગળા આરતી, અનેક પ્રોજેક્ટ્સનું પણ કરશે ખાતમૂહુર્ત

સવારે વહેલા મંદિર પહોંચ્યા હતા -ભગવાન જગન્નાથ જળયાત્રા બાદ 15 દિવસ સુધી સરસપુર આવેલા મામાના ઘરે ગયા હતા. બે વર્ષ બાદ ભગવાન મોસાળમાં આવ્યા હોવાથી ભારે લાડ લડાવવા આવ્યા હતા. જાંબુ અને કેરી જેવા ફાળો તેમજ અવનવા ભોજન ભગવાનને ધરવામાં આવ્યા હતા. ભગવાન 15 દિવસ મોસાળમાં રહીને આજે વહેલી સવારે નીજ મંદિર પરત ફર્યા હતા.

આજે નેત્રોત્સવ, ધ્વજારોહણ, ભંડારમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા.

નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ પૂજા કરવામાં આવી -જમાલપુર આવેલા જગન્નાથ મંદિરમાં(Jagannath Temple Jamalpur Ahmedabad) સવારે 8 વાગે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી. આ નેત્રોત્સવ પૂજામાં ગૃહપ્રધાન(Home Minister in Netrotsav Puja) હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહ્યા હતા. નેત્રોત્સવ પૂર્ણ થયા બાદ જય જગન્નાથ નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. હર્ષ સંઘવી ધ્વજારોહણ કાર્યક્રમ(Flag hoisting program at Jagannath Temple) હાજરી આપી હતી. જેમાં પોતે મંદિરના શિખર પર ચઢીને ધજા ફરકાવી હતી.

આ નેત્રોત્સવ પૂજામાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહ્યા હતા.

ભારે સંખ્યામાં સાધુ સંતો ભંડારામાં જોડાયા -કોરોના બે વર્ષ બાદ જગન્નાથ મંદિર દ્વારા ભંડારાનું આયોજન(Planning of Bhandara by Jagannath Temple) કરવામાં આવ્યું હતું. જેમાં ભારે સંખ્યામાં સાધુ સંતોએ હાજરી આપી હતી. આજના ભંડારામાં અંદાજે 2000 જેટલા સાધુ સંતો સહિત લોકોએ ભંડારાનો પ્રસાદ લીધો હતો. આ ભંડારામાં 3000 લિટરનો દૂધપાક, 2000 કિલોના માલપુઆ, 1000 કિલોનું બટાકાનું શાક, 1000 કિલો ચણાનું શાક, 1000 કિલો ભાત, 3000 લીટર કઢી તેમજ 1000 કિલો લોટની પુરી તૈયાર કરવામાં આવી હતી. જેટલા પણ સાધુ સંતો ભંડારમાં આવ્યા હતા તેમણે મંદિરના મહંત દિલીપદાસે આવેલા તમામ સંતોને વસ્ત્રો અને દક્ષિણા અર્પણ કરી હતી.

રથયાત્રાએ અમદાવાદની અલગ ઓળખ છે -ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું હતું કે, આપણા દેશમાં રથયાત્રાનું ખુબ જ મહત્વ છે. દેશની બીજા નંબરની સૌથી મોટી અમદાવાદ રથયાત્રાનું અલગ મહત્વ છે. કોરોના બે વર્ષ બાદ યોજાવા જઇ રહી છે. આ વર્ષે હિન્દૂ અને મુસ્લિમ સમાજ સાથે રહીને બે મહિના પહેલાથી તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. આ રથયાત્રા શહેરમાં 13 કલાક ચાલીને શહેરને ધબકતું રાખે છે. આ રથયાત્રા સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે રાખીને નીકળવાની છે. જેથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહ્યા હતા

અનેક લોકોની આસ્થા જોડાયેલી છે -ગૃહપ્રધાન સવારે નેત્રોત્સવ પૂજામાં હાજરી આપી હતી. આ સાથે જણાવ્યું હતું કે, આ રથયાત્રામાં રાજ્યના ખૂણે ખૂણે લોકો અહીંયા દર્શન કરવા આવે છે. મોટાભાગે અહીંયા અનેક લોકોની આ મંદિર સાથે આસ્થા જોડાયેલી હોવાથી, પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવતા હોય છે. ભગવાન જ્યારે શહેરની નગરચર્યા નીકળે છે. લોકો પોતાના ઘરના દરવાજે સ્વાગત કરવા ઉભા હોય છે. આ આપણી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જોવા મળી આવે છે.

આ પણ વાંચો:Ahmedabad Rathyatra 2022 : ભગવાન જગન્નાથજીને શા માટે આંખે પાટા બાંધવામાં આવે છે જાણો

પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે - વધુમાં જણાવ્યું હતું કે, રથયાત્રાની ધ્યાનમાં લઈને પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે. આ વખતે ઉચ્ચ કક્ષાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 2500 જેટલા બોડી કેમેરા, 25000 જેટલા પોલીસ જવાનો સાથે ડ્રોન અને હેલિકોપ્ટર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે સેન્ટ્રલ પોલીસ પણ બંદોબસ્ત માટે બોલવામાં આવી છે. આ દિવસો દરમિયાન પોલીસ જવાનો રાત દિવસ જાગીને કામગીરી કરતા હોય છે જે પ્રશંસનીય છે.

ABOUT THE AUTHOR

...view details