- 144મી રથયાત્રા ઐતિહાસિક રહી
- કરફ્યૂ સાથે નીકળી હતી રથયાત્રા
- ભક્તો રથયાત્રા નિકળવાથી ખુશ
અમદાવાદ :કોરોના કાળમાં કરફ્યૂ સાથે રથયાત્રા ( 144th Jagannath Rathyatra ) નીકાળીને ગુજરાત પોલીસે ( Gujarat Police ) એક તરફ વાહવાહ મેળવી લીધી છે. તો બીજી તરફ ભગવાન જગન્નાથના ભક્તો પણ ખુશ થયા છે. ગયા વર્ષે કોરોનાના કારણે રથયાત્રા કાઢવામાં ન આવી હોવાથી જગન્નાથજીના ભક્તો દુઃખી થયા હતા, પરંતુ આ વખતે કરફ્યૂ સાથે રથયાત્રા કાઢવામાં આવતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
જગન્નાથની રથયાત્રા નિકળવાથી ભક્તો ખુશ-ખુશાલ આ પણ વાંચો:Ahmedabad Jagannath Rathyatra : ફક્ત 3:30 કલાકમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન
જે પણ થયું તે જગન્નાથની ઈચ્છા : ભક્તો
જગન્નાથના ભક્તોનું કહેવું છે કે, ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા તે જ તેમના માટે આનંદની વાત છે. ભગવાન જ્યારે પરત ફર્યા ત્યારે નિજ મંદિર ખાતે લોકો તેમના દર્શન કરવા આવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક ભક્તો જગન્નાથની નાની પ્રતિકૃતિ સાથે દર વર્ષના નિયમ પ્રમાણે જગન્નાથને વંદન કરવા આવ્યા હતા, ત્યારે તેમની આંખોમાં ઝળઝળિયાં અને અવાજમાં ખુશી અનુભવાતી હતી.
આ પણ વાંચો:rath yatra in gujarat: જાણો કેમ, ભગવાન જગન્નાથજીને મંદિર બહાર રથમાં જ શયન કરવું પડશે
ભગવાન અમને દર્શન આપતા રહે : ભક્તો
જગન્નાથની કૃપાથી દર વર્ષે તેમને ભગવાનના દર્શન કરવા મળે તેવી આશા છે. ભક્તોને રથયાત્રામાં શામેલ ન થવાથી તેઓ ખૂબ જ દુઃખી છે, પરંતુ રથયાત્રા નીકળી તે નિર્ણય તેમના હૃદયને આનંદ આપનાર છે.