ગુજરાત

gujarat

ETV Bharat / city

આઝાદીની ચળવળમાં ભાગીદાર થયેલ દેવેન્દ્ર દેસાઈએ ETV Bharat સાથે કરી વાતચીત

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ચેરમેન દેવેન્દ્ર દેસાઈ Freedom Fighter Devendra Desai જેમને વિનોબા ભાવે સાથે મળીને ખેતી લાયક જમીન આપવા માટે ચળવળમાં જોડાયા હતા. તેમને આશા વ્યક્ત કરી હતી કે, ગાંધીના જે વિચારો હતા તે આપણા લોહીમાં છે, અને તે અમર રહેશે, તે ક્યારે નષ્ટ નહીં થાય.

આઝાદીની ચળવળમાં ભાગીદાર થયેલ દેવેન્દ્ર દેસાઈએ Etv Barat સાથે કરી વાતચીત
આઝાદીની ચળવળમાં ભાગીદાર થયેલ દેવેન્દ્ર દેસાઈએ Etv Barat સાથે કરી વાતચીત

By

Published : Aug 14, 2022, 7:47 PM IST

Updated : Aug 15, 2022, 1:01 PM IST

અમદાવાદદેશમાં આઝાદીના 75 વર્ષની (75 years of independence) ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ આઝાદીના સમય ગાળામાં પરિસ્થિતિ કેવી હતી તે માહિતીથી આપણે આજાણ છીએ. ગુજરાતના એક એવા વ્યક્તિ જેમને આઝાદી વખતનો સમય પણ જોયો હતો અને આઝાદી 75 વર્ષની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. એવા દેવેન્દ્ર દેસાઈએ (Freedom Fighter Devendra Desai) ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

પ્રશ્ન 1અંગ્રેજોએ અત્યાચાર કરતા હતા તે વખતે પરિસ્થતિ કેવી હતી.

જવાબ તે વખતની પરિસ્થતિ ખૂબ જ નાજુક અને ગંભીર હતી. અંગ્રેજો ભારતના લોકો પર ખુબ જ અત્યાચાર કરતા હતા. અંગ્રેજો સામે અવાજ ઉઠવાનાર સામે હત્યા કરી નાખવામાં આવતી હતી. આવા કપરા સંજોગોનો સામનો કરીને આપણે આઝાદી મળી છે.

આઝાદીની ચળવળમાં ભાગીદાર થયેલ દેવેન્દ્ર દેસાઈએ Etv Barat સાથે કરી વાતચીત

આ પણ વાંચોયૂટ્યૂબ જોઈને પણ કમાઈ શકો છો, આ મહિલા બની આત્મનિર્ભર

પ્રશ્ન 2 વિનોબા ભાવે સાથેની ચળવળમાં તમારો રોલ શુ હતો.

જવાબ વિનોબા ભાવે સાથેની ચળવળમાં મુખ્ય મુદ્દો હતો ભૂમિહિન એટલે કે જે લોકો પાસે જમીન નથી તેમને ખેતીની જમીન આપવી. જેના કારણે આ ચળવળ દરમિયાન લગભગ 3500 જેટલા ભૂમિહિન પરિવારોને ખેતી લાયક જમીન અપાવી હતી. તેમના વિકાસ માટે જમીન વિકાસ બેંકમાંથી નાણાંકિય સવલતો અપાવી હતી.

પ્રશ્ન 3આજના આધુનિક સમયમાં પણ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તમને કેવું લાગી રહ્યું છે.

જવાબ વડાપ્રધાન નરેદ્ર મોદીનો ખાદી પ્રત્યેનો અભિગમ અને પ્રેમ બતાવે છે. જે પોતે પણ ખાદી પહેરે છે અને દેશના લોકોને પણ ખાદી પહેરવા અપીલ કરે છે. જેના કારણેે ખાદીની ખરીદી પર અમુક ટકા છૂટ પણ આપવામાં આવે છે.

પ્રશ્ન 4શું તમને લાગી રહ્યું છે કે, આધુનિક સમયમાં ગાંધીજીના વિચારો ઓછા જોવા મળી રહ્યા છે.

જવાબ ગાંધી બાપુએ કલ્પના કરેલી એ ચરિતાર્થ થતું ના હોય તેવું લાગી રહ્યું છે પણ દેશની જનતાના લોહીમાં ગાંધી વિચાર જોવા મળી આવે છે. જેથી ગાંધી વિચાર કયારે નષ્ટ થશે નહીં તે અમર રહેશે.

આ પણ વાંચોખેડૂતોએ પોતાના બળદગાડા અને ખેતરોમાં લહેરાવ્યા ત્રિરંગાઓ

પ્રશ્ન 5આઝાદી 75 વર્ષની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છો કેવું લાગી રહ્યું છે.

જવાબ મેં દેશની આઝાદી પણ જોઈ છે અને આઝાદીના 75 વર્ષ ઉજવણી પણ જોઈ રહ્યો છું. મને વિશ્વાસ છે કે ગાંધી વિચાર હાલમાં ભલે ના જોવા મળતો હોય પરંતુ તે અમર છે.

Last Updated : Aug 15, 2022, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details