ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના આ ગામોનો થશે વિકાસ, આપવામાં આવી મંજૂરી - Development in ahmedabad

અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના ફરતે આવેલા રિંગ રોડના વિકાસના કામો માટે વિવિધ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા (development work Approval by AMC) છે. કોર્પોરેશન દ્વારા સરખેજ સનાથલ રોડ પર રિંગરોડની 500 મીટરના ઘેરામાં આવેલા વિસ્તારને ઉચ્ચ સ્તરની સુવિધા ઉપલબ્ધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અમદાવાદની આસપાસ આવેલા ગામડાઓમાં વિકાસ (Development of villages in Ahmedabad) થઈ શકશે.

અમદાવાદના આ ગામોનો થશે વિકાસ
અમદાવાદના આ ગામોનો થશે વિકાસ

By

Published : Aug 9, 2022, 9:21 PM IST

અમદાવાદ : શહેરનો વિકાસ રોકેટ ગતિથી રહ્યો છે. અમદાવાદ શહેર ફરતે આવેલા સરદાર પટેલ રિંગરોડ પરના વિસ્તારઓમાં વિકાસ જોવા મળી રહ્યો (development work Approval by AMC) છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સરખેજ- સનાથલ નજીક આવેલા રીંગ રોડ પાસેના કોમર્શિયલ ઝોનમાં ટીપીનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં સરખેજ, ઓકાફ, બાદરાબાદ અને ચાંગોદર વિસ્તારનો વધુ વિકાસ થશે અને લોકોને માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય કરવામા (Development of villages in Ahmedabad) આવ્યો છે.

આ પણ વાંચો :એક દિવસમાં સ્વાઇન ફ્લૂના કેસીસ વધતા, AMC આવ્યું હરકતમાં

રિંગરોડ ફરતે ગામોનો થશે વિકાસ : ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આજે મળેલી કમિટીમાં સરખેજ વિસ્તારમાં આવેલા અને ફતેવાડીમા સમાવેશ થતા કોમર્શિયલ ઝોનની અંદાજે 52 હેક્ટર જમીનનો TP જાહેર કરવાની દરખાસ્તને આજે મંગળવારે મંજૂરી આપવામાં આવી છે. TP જાહેર થતાની (TP announced in Ahmedabad) સાથે જ સરખેજ રીંગરોડની 500 મીટરની નજીક આવેલા ચાંગોદર, બાદરાબાદ, સનાથલ સહિતના વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :AMC કરોડો ખર્ચે છે તોય આ સમસ્યામાં સુધારો કેમ નથી? આપી આંદોલનની ચીમકી

નવા પ્લોટની ફાળવણી : વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરખેજ, મકરબા અને ઓકાફ વિસ્તારમાં 94 જેટલા, જ્યારે વાસણામાં 30 પ્લોટ મળશે. જેનો ગાર્ડન, ઓપન સ્પેસ, માળખાકીય સુવિધાઓ, સ્કૂલ, પ્લે ગ્રાઉન્ડ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો, રહેણાંક અને કોમર્શિયલ હેતુ છે. સૌથી વધુ પ્લોટ માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટેના મળવાના છે. આ સાથે, આજુબાજુ ગામના લોકોનો લાઈટ ,ગટર, રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થશે.

ABOUT THE AUTHOR

...view details