ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતની સરકારી સ્કૂલોમાં શિક્ષણની સ્થિતિ કથળી: મનીષ દોશી - શિક્ષણ વિભાગની નિષ્ફળતા

તાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જાહેર કરેલા ગુણોત્સવ 2.0ના પરિણામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતની સરકારી શાળાઓના પરિણામ ગબડ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાતની સરકારી સ્કૂલોમાં શિક્ષણની સ્થિતિ કથળી: મનીષ દોશી
ગુજરાતની સરકારી સ્કૂલોમાં શિક્ષણની સ્થિતિ કથળી: મનીષ દોશી

By

Published : Jul 23, 2021, 9:16 PM IST

  • શિક્ષણ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર
  • સરકારી સ્કૂલોને ખુદ શિક્ષણ વિભાગના જ સર્વેમાં B-ગ્રેડ મળ્યો : મનીષ દોશી
  • રાજ્યમાં શિક્ષણનું વેપારીકરણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર : મનીષ દોશી

અમદાવાદ :રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા તેમજ નિતિ-નિયમોની દિશા વિહીનતા પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુણોત્સવ 2.0માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખૂલી છે. જેમાં A+ ગ્રેડમાં માત્ર 14 શાળાઓ અને રાજ્યની સરકારી સ્કૂલોને ખુદ શિક્ષણ વિભાગના જ સર્વેમાં B-ગ્રેડ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જેમાં ગુણોત્સવમાં રાજ્યની કુલ 30681 પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરાયો હતો. જેમાં 53 ટકા શાળાઓમાં હાજરી જ જણાતી નથી.

ગુજરાતની સરકારી સ્કૂલોમાં શિક્ષણની સ્થિતિ કથળી: મનીષ દોશી

ગુણોત્સવ 2.0 ના રિપોર્ટમાં સરકારી સ્કૂલોની પોલ ખુલી

વધુમાં તેમણે કહ્યું કે, સરેરાશ પરિણામ 57.84 ટકા જ આવતા B-ગ્રેડ આવ્યો છે. જ્યારે 76 ટકા શાળાઓમાં ઉપચારત્વક શિક્ષણ ન થયું અને એકેય કસોટી બાદ નબળા વિદ્યાર્થીઓની ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. 80 ટકા મૂલ્યાંકન કસોટી બાદ સુધારા માટે કાર્ય જ ન થયું. આ ઉપરાંત સરકાર શિક્ષણનું વ્યાપારીકરણ કરું રહી છે. ત્યારે ભાજપ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details