અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ બિલનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો તેમ જ સાથી પક્ષ શિરોમણી અકાલી દળે પણ આ ત્રણેય બિલને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. આવી જ રીતે કૃષિ બિલના વિરોધનો રેલો ધોળકા સુધી પહોંચ્યો હતો. રાજ્યભરના કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા કૃષિ બિલના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકર્તાઓ ગાંધીનગર ન પહોંચે અને વિશાળ માત્રામાં ભેગા ન થાય તે હેતુથી પોલીસે આ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ધોળકાના 57 કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વટામણ ચોકડી ખાતેથી કોઢ પોલીસે 50 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જ્યારે ધોળકામાંથી 7 એમ કુલ 57 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
કૃષિ બિલનો વિરોધ કરવા ગાંધીનગર જતા ધોળકાના 57 કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત - કોંગ્રેસ કાર્યકર્તાઓ
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ બિલનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહ્યું છે. હવે આ વિરોધનો રેલો ધોળકા સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં કૃષિ બિલનો વિરોધ કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા માટે ધોળકાના 57 કોંગ્રેસી કાર્યકર્તાઓ જઈ રહ્યા હતા, પરંતુ કાર્યકર્તાઓ ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસે તમામ 57 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
કૃષિ બિલનો વિરોધ કરવા ગાંધીનગર જતા ધોળકાના 57 કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત
કોંગ્રેસે કૃષિ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ નવો કૃષિ કાયદો એ કાળા કાયદા સમાન છે. જે ખેડૂત વિરોધી કાયદો છે તેથી ખેડૂતોને ખેત પેદાશોના યોગ્ય ભાવ મળશે નહીં. બજારમાં વેપારીઓ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં નહીં આવે અને ખેડૂતોનું શોષણ કરવામાં આવશે.