અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રાણીપમાં જાહેરમાં ભૂમિ પૂજનની ઉજવણી કરવા અનેક લોકો ભેગા થયા હતા. ભેગા થયેલા લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી પોલીસે 14 લોકો સામે અટકાયતી પગલાં ભર્યા હતા.
રામમંદિરના ભૂમિ પૂજનની અમદાવાદમાં જાહેરમાં ઉજવણી કરનાર 14ની અટકાયત - અમદાવાદ ન્યૂઝ અપડેટ
અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રાણીપમાં જાહેરમાં ભૂમિ પૂજનની ઉજવણી કરવા અનેક લોકો ભેગા થયા હતા. ભેગા થયેલા લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી પોલીસે 14 લોકો સામે અટકાયતી પગલાં ભર્યા હતા.
શહેરના રાણીપ વિસ્તારમાં રામજી મંદિર પાસે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. ત્યારે રામ મંદિર ભૂમિ પૂજનની ઉજવણી કરવા લોકો ભેગા થયા હતા. જેથી પોલીસ દ્વારા સ્થળ પર જઈને 14 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
રાણીપ પોલીસે 14 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. તમામ વિરુદ્ધ કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી. હાલ તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.