અમદાવાદ: શહેરોમાં કચેરીની બહાર સેનિટાઈઝેશન ટનલ ઉભી કરવામાં આવે છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કે જ્યાં મજૂરી કામ કરવામાં આવે છે ત્યાં દેશી સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે. મનરેગા યોજના હેઠળ ગામમાં જ રોજગારી મળી રહે માટે છોટા ઉદેપુરના રાયસિંગપુરા ગામે તળાવ ખોદકામ કરતાં મજૂરો માટે દેશી સેનિટાઈઝેેેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મજૂરો પોતાના પગથી દોરી ખેંચે તો હાથ સેનેટાઈઝ થઈ શકશે. આ દેશી સેનેટાઈઝર બનવાનું કારણ ગામના યુવાનોને ગામમાં જ રોજગાર મેળવવા અને નિયમોનું પાલન થતા કોરોનાથી બચવા માટે કરાય છે.
દેશી સેનિટાઈઝર : પગથી દોરી ખેંચી હાથ સેનેટાઇઝ કરાય છે - રોજગાર
કોરોના મહામારીને લીધે સંક્રમણ વધુ ન ફેલાય તેના માટે અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં કચેરીઓ બહાર સેનેટાઇઝ ટનલ ઉભી કરવામાં આવે છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પ્લાસ્ટિક, લાકડા સહિતના વેસ્ટમાંથી દેશી સેનેટાઇઝર બનાવવામાં આવે છે જેમાં પગથી દોરી ખેંચીને હાથ સેનિટાઈઝ કરી શકાય છે.
દેશી સેનિટાઈઝર : પગથી દોરી ખેંચી હાથ સેનેટાઇઝ કરાય છે
મનરેગા યોજના અંતર્ગત રાયસિંગપુરા ગામે નવીન તળાવ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવીન તળાવ ખોદવાની આ કામગીરીમાં ગામના ૫૦ મજૂરો કામગીરીમાં જોતરાયાં છે. કોરોના વાઇરસ COVID-19ના સંક્રમણને અટકાવવા માટેની માર્ગદર્શિકા અનુસાર કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું તેમ જ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.