- લાંચ માંગવાના કેસમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. અરવિંદ પટેલ સસ્પેન્ડ
- રૂ. 1.5 કરોડના 10 ટકાની લાંચ માગતા ઝડપાયા
- અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે કરી કાર્યવાહી
રૂ. 15 લાખની લાંચ માંગવાના કેસમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસરને કમિશનરે સસ્પેન્ડ થયા
અમદાવાદ : કોરોનાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓના બિલ પાસ કરાવવા માટે ખાનગી ડૉક્ટર પાસેથી રૂ. 15 લાખની લાંચ મંગાવનારા ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. અરવિંદ પટેલને કમિશનર મુકેશકુમારે સસ્પેન્ડ કરી દીધા છે. અને તેમનો ઉત્તર પશ્ચિમ ઝોનનો હવાલો મધ્ય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યને સોંપવામાં આવ્યો છે. ACBએ મ્યુનિ. કમિશનરને આ અંગેની સત્તાવાર જાણ કરતાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.
શું છે સમગ્ર મામલો?
કોરોનાના પેશન્ટોને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અમદાવાદની 50 થી વધુ ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા છે. આ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીએ ફાઈલ અને બિલો ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. અરવિંદ પટેલ પાસે મંજૂર કરાવવા પડે છે. આ અગાઉ પણ સીમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ ચૂકેલા દર્દીઓના રૂ.1.50 કરોડના બિલ પાસ કરાવવા બાકી હતા. આ બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી બિલની રકમના રૂ. 15 લાખની લાંચની માંગણી કરનાર ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડૉ. નરેશ મલ્હોત્રા વિરુદ્ધ પણ ACBએ ગુનો નોંધ્યો હતો.
કોરોના કાળમાં અગાઉ પણ આ પ્રકારની લાંચ લેવાનો બનાવ બની ચૂક્યો છે. અગાઉ સોલા સિવિલના ડોક્ટરોએ પણ દર્દીઓના આપવામાં આવતાં ચા-નાસ્તાના ભોજનના બિલ પાસ કરાવવા માટે 16 લાખ જેટલી માતબર રકમની લાંચ લીધી હતી જેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરના બોગસ પ્રમાણપત્રો મળી આવતા પદ પરથી દૂર કરાયા