ગુજરાત

gujarat

ETV Bharat / city

લવ જેહાદના કાયદા મુદ્દે નાયબ મુખ્યપ્રધાને આપ્યું નિવેદન - લવ જેહાદ

લવ જેહાદના મુદે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન કર્યું હતું કે, શા માટે આપણા ધર્મના દિકરા-દિકરીઓ પર નજર નાખી રહ્યા છે. આ સાથે જ ગુજરાત સરકાર પણ લવ જેહાદનો કાયદો બનાવવા માટે વિચારણા કરી રહી છે.

deputy chief ministers
deputy chief ministers

By

Published : Jan 15, 2021, 7:30 PM IST

  • લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાને આપ્યું નિવેદન
  • ગુજરાત સરકાર કાયદો બનાવવા કરી રહી છે વિચારણા
  • નિધિ સમર્પણ કાર્યક્રમમાં કર્યું નિવેદન

અમદાવાદ : રામમંદિર નિર્માણની સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિધર્મી શા માટે આપણા દીકરા દીકરીઓ પર નજર રાખી રહ્યા છે, તો બીજી તરફ આખી દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જ્યાં ભારતીય નથી. ભારતના લોકોને વિઝા આપવા જ પડે તેવી સ્થિતિ અમેરિકામાં થઈ ચૂકી છે. આ સાથે જ કેટલાક લોકો નબળી અને સંકુચિત વિચારો ધરાવે છે કે, અમારા ધર્મ સિવાય કોઈ ધર્મ રહી શકે. તો તે સાંભળી લે કે, હિંદુ ધર્મ સનાતન રહેવાનો છે અને જ્યારે જ્યા જે શોભતું હોય તે જ શોભે હોળીના દિવસે કેમ કોઈ પતંગ નથી ચગાવતું.

લવ જેહાદના કાયદા મુદ્દે નાયબ મુખ્યપ્રધાને આપ્યું નિવેદન

પોતાના પ્રવચન દરમિયાન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પણ યાદ કર્યા

જવાહરલાલ નહેરુને યાદ કરતા નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું કે, નહેરુજીએ કોઈ મંદિર નથી બનાવ્યું અને બિનસાંપ્રદાયિકતાની વાતો કરવા જતા પોતે જ ભુલાઈ ગયા છે. ત્યારે સોમનાથ મંદિર બનાવી સરદાર પટેલ અમર થઈ ગયા છે. વિધર્મીઓ હિન્દુ યુવતીઓને લોભ અને લાલચ આપી લગ્ન કરવા માટે ફસાવી રહ્યા છે. તો મોટાભાગે આ છોકરીઓ નાસીપાસ પણ થઈ રહી છે, આવું ન થાય તે જોવું પણ ખૂબ જ જરૂરી છે.

ગુજરાત સરકાર પણ કાયદો બનાવી શકાય કે નહીં તે અંગે વિચારણા કરશે

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આવા લવ જેહાદના લગ્નને રોકવા માટે લવ જેહાદનો કાયદો બનાવવા માટેની રજૂઆત મળી હતી. જોકે, આ અંગે કાયદો બનાવવા માટેનો અભ્યાસ ચાલી રહ્યો છે, તો ગુજરાત સરકાર પણ કાયદો બનાવી શકાય કે નહીં તે અંગે વિચારણા કરશે.

ABOUT THE AUTHOR

...view details