અમદાવાદ શહેરમાં ભારે ભફારા બાદ અચાનક છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ ભારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે મચ્છરજન્ય કેસમાં વધારો થતાં અમદાવાદ કોર્પોરેશનની ચિંતામાં વધારો થયો છે. શહેરમાં રોગચાળો ઓછું થવાનું નામ ન લેતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ ( Dengue and swine flu cases increased in Ahmedabad ) સામે આવી રહ્યા છે.
10 દિવસમાં 217 કેસ ડેન્ગ્યુનાશહેરમાં વરસાદ બાદ મચ્છરનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં સપ્ટેમ્બરના પ્રથમ 10 દિવસમાં 217 કેસ નોંધાયા છે. જેમાં માત્ર આજ સપ્તાહમાં 130 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 72 કેસ,ઝેરી મેંલેરિયાના 6 કેસ, ચિકનગુનિયા 14 કેસ સામે આવ્યા છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ( AMC Heath Department ) દ્વારા 10 દિવસમાં 21051 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે 1828 સેમ્પલ લેવામાં આવ્યા છે.