ગુજરાત

gujarat

ETV Bharat / city

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા ગાંધીઆશ્રમે સરકારી નિમણૂકોને લઈને દેખાવો - નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ

ભારત અને ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો છે. તેમાં પણ કોરોનાવાયરસને કારણે વધુ લોકો બેરોજગાર બન્યાં છે. ત્યારે કેટલાક સમયથી સરકારી ભરતી અને નિમણૂકોને લઈને શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા ગાંધીઆશ્રમે સરકારી નિમણૂકોને લઈને દેખાવો
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા ગાંધીઆશ્રમે સરકારી નિમણૂકોને લઈને દેખાવો

By

Published : Sep 10, 2020, 4:33 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસના સંક્રમણ કાળમાં સરકારી ભરતી માટેની પરીક્ષાઓ લેવાઇ નથી. ત્યારે તાજેતરમાં જ વિજય રૂપાણી સરકારે નવી ભરતીની જાહેરાત કરી છે અને જે સરકારી ભરતીની પરીક્ષાનું પરિણામ આવી ગયું હોય તેવા ઉમેદવારોને નિમણૂકપત્ર આપવાની જાહેરાત કરી છે. આજે શિક્ષિત બેરોજગાર યુવા સમિતિના અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા અમદાવાદ ગાંધીઆશ્રમ ખાતે લગભગ 50 જેટલા ઉમેદવારોની સાથે શાંતિપૂર્વક સરકાર સુધી બેરોજગાર ઉમેદવારોનો અવાજ પહોંચે તે માટે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો.

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા ગાંધીઆશ્રમે સરકારી નિમણૂકોને લઈને દેખાવો
જો કે કોરોના વાયરસને કારણે ગાંધીઆશ્રમ બંધ છે. ત્યારે પોલીસે તેમને અંદર જતાં અટકાવ્યાં હતાં. પરંતુ ગાંધીઆશ્રમની બહાર તેઓએે રાષ્ટ્રગીત ગાઈને, સરકારને જેમ બને તેમ જલદી નિમણૂક આપવા વિનંતી કરી હતી. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટની તારીખો વીતી ચૂકી છે અને તે તારીખ લંબાવાય તેમ જ યુવાનોને જેમ બને તેમ ઝડપથી નિમણૂક મળે તેવી માગ તેઓએ શાંતિપૂર્વક કરી હતી.
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા ગાંધીઆશ્રમે સરકારી નિમણૂકોને લઈને દેખાવો

ABOUT THE AUTHOR

...view details