અમદાવાદ: પોલીસ કોન્સ્ટેબલ નીલમ મકવાણા (police constable neelam makwana)ને ગ્રેડ પે(police grade pay in gujarat)મામલે આમરણ ઉપવાસ પર ઉતરતાં પહેલા જ અટકાયત બાદ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ ભાજપ લોકશાહીની (Democracy In BJP Govt) હત્યા કરી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. આપના નેતા ઇસુદાન ગઢવીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Female police constable) નીલમબેન મકવાણાને હું ઝાંસીની રાણી સાથે સરખાવું છે. કેમ કે તે એક માતા છે. જેમ ઝાંસીની રાણી પણ પોતાના રાજ્યના રક્ષણ માટે પોતાના બાળક સાથે રાખીને લડ્યા હતા. તેવી રીતે નીલમબેન પણ પોતાના પોલીસ પરિવાર માટે પોતાની નોકરી જોખમમાં મૂકીને લડી રહ્યા છે.
મામલતદાર ઓફિસ જઇ FIR દાખલ કરવામાં આવી- નીલમબેન મકવાણાને આમરણ ઉપવાસ પર બેસવા માટે જગ્યા આપવામાં નહોતી આવી. તેમને ફોસલાવીને મામલતદાર ઓફિસ લઇ જવામાં આવ્યાં હતાં અને ત્યાંથી તેમના પર FIR દાખલ કરી સાબરમતી જેલ (sabarmati jail ahmedabad)માં મોકલી દેવામાં આવ્યાં હતાં. નિલમ બેને પોતે જામીન લેવાની પણ ના પાડી હતી.
આ પણ વાંચો:Gujarat Police Maha Andolan: ગ્રેડ પે મામલે મહિલા કોન્સ્ટેબલ ઉપવાસ પર ઉતરે એ પહેલાં જ અટકાયત