ગુજરાત

gujarat

ETV Bharat / city

કોવિડ ડ્યૂટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા શિક્ષક યુનિયને કરી માગ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોવિડમાં શિક્ષકોને અલગ-અલગ ડ્યૂટી સોંપવામાં આવી છે. ત્યારે કોવિડ ડ્યૂટી કરી રહેલા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો પણ કોરોના સંક્રમિત થયા છે. જેથી મ્યુનિસિપલ શિક્ષક યુનિયન દ્વારા શિક્ષકોને કોવિડ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની માંગણી કરવામાં આવી છે અને અન્ય સ્ટાફને ડ્યૂટી સોંપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

કોવિડ ડ્યૂટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા શિક્ષક યુનિયને કરી માગ
કોવિડ ડ્યૂટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા શિક્ષક યુનિયને કરી માગ

By

Published : May 4, 2021, 4:34 PM IST

  • કોરોનાની બીજી લહેરમાં 50થી વધુ શિક્ષકો થયા કોરોના સંક્રમિત
  • કોવિડ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની શિક્ષક યુનિયનની માગ
  • અન્ય સ્ટાફને ડ્યૂટી સોંપવામાં આવે તેવી કરાઈ રજૂઆત

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને કોરોનામાં અલગ-અલગ ડ્યૂટી આપવામાં આવી છે. જેમાં વેક્સિન સેન્ટર, હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, ટેસ્ટિંગ કેન્દ્ર, સર્વે સહિતની અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી છે. જે કામગીરી દરમિયાન 50થી વધુ શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાથી 2 શિક્ષકની હાલત અત્યારે ગંભીર છે. ત્યારે શિક્ષકોને હાલ કોવિડ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવે અને અન્ય સ્ટાફને ડ્યૂટી સોંપવામાં આવે તેવી માંગણી શિક્ષક યુનિયન દ્વારા કરવામાં આવી છે.

કોવિડ ડ્યૂટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા શિક્ષક યુનિયને કરી માગ

આ પણ વાંચોઃAMC સ્કૂલ બોર્ડના શિક્ષકોને કોરોના રસી અપાઇ

શિક્ષકોના પરિવાર પણ સંક્રમિત થવાની શક્યતા

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, કોરોના શરૂ થયો ત્યારથી શિક્ષકો કોરોનામાં ડ્યૂટી કરી રહ્યા છે અને હાલમાં બીજી લહેરમાં પણ અનેક શિક્ષકો ડ્યૂટી કરી રહ્યા છે. પરંતુ હવે શિક્ષકો પણ પોઝિટિવ આવ્યાં છે. સતત એક મહિનો ડ્યૂટી કરીને શિક્ષકોના પરિવાર પણ હવે સંક્રમિત થવાની સંભાવના છે. માટે હવે શિક્ષકોને ડ્યૂટીમાં મુક્તિ આપીને બીજા સ્ટાફને કોવિડમાં ડ્યૂટી આપવી જોઈએ.

શિક્ષકોમાં ભયનો માહોલ

શિક્ષકોને અલગ-અલગ ડ્યૂટી સોંપવામાં આવી છે અને તેને લઈને શિક્ષકો કોરોના સંક્રમીત થયા છે, જેથી હવે શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details