- ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ વધ્યો
- શાકભાજી અને ફૂટના ઓનલાઇન વેચાણમાં 25 ટકાનો વધારો
- કોરોના મહામારીમાં લોકો ઓનલાઈન કરી રહ્યા છે ખરીદી
અમદાવાદ: રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. સૌથી વધારે કેસ મોટા શહેરોમાં નોંધાઈ રહ્યા છે. જેને લઈ લોકો ભીડમાં જવાનું ટાળી રહ્યા છે અને ખરીદી માટે ઓનલાઇન તરફ વળી રહ્યા છે. હાલમાં લોકો ઘરે બેઠા કામ પૂર્ણ થઇ જાય, તો બહાર જવાનું ટાળી રહ્યા છે. ઓનલાઈન ખરીદીથી સમયનો બચત તેમજ એક જ જગ્યા પર તમામ વસ્તુ ઘરે બેઠા મળી જાય છે અને કોરોનાના સંક્રમણથી બચી શકાય છે તેમ વિચારીને લોકો ઓનલાઇન ખરીદી તરફ વળી રહ્યા છે. હાલમાં તમામ નાના-મોટ ઉદ્યોગો પોતાની વેબસાઇટ અને એપ્લિકેશનના માધ્યમથી લોકો સુધી સરળતાથી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે લોકો પણ ઓનલાઇન વસ્તુઓની ખરીદી તરફ આગળ વધી રહ્યા છે. જેમાં કપડા, ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓ, ઘરની તમામ વસ્તુઓ, ફર્નીચરથી લઇને દવાઓ, દૂધથી લઇને શાકભાજી અને ફળો પણ ઓનલાઇન મળી રહ્યા છે.
કોરોનાની મહામારીમાં ઓનલાઈન ખરીદીમાં શાકભાજી અને ફૂટની માગ વધી આ પણ વાંચોઃજ્વેલરીની ઓનલાઈન ખરીદી થઈ સરળ, ઓનલાઇન ફેસ ડિટેક્ટ કરી ઘરેણાં પહેરી શકાય તેવી App લોન્ચ કંપનીઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ
કોરોનાની મહામારીમાં ફળો અને શાકભાજીનું વેચાણ કરતી કંપનીઓ દ્વારા ક્વોલીટી વાઇઝ ઓનલાઇન વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં હાલ જોવા જઇએ તો જીઓ માર્ટ, બિગ બાસ્કેટ, પ્રાઇમ ફ્રેશ જેવી કંપનીઓના ઓનલાઈન વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કંપનીઓ દ્વારા આકર્ષક ડિસ્કાઉન્ટ, ઓફરની સાથે સાથે ઘરે બેઠા વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.
ટેકનોલોજીને સમજવી અને યોગ્ય ઉપયોગ કરવો એ એક મહત્વનું પાસું
પ્રાઇમ ફ્રેશ કંપનીના CMS જીનેન ધેલાણીએ જાણકારી આપતા કહ્યું હતું કે, નિર્ણાયક સમયમાં ટેકનોલોજીને સમજવી અને યોગ્ય ઉપયોગ કરવો એ એક મહત્વનું પાસું છે. આ સમયે ઈ કોમર્સ પ્લેટફોર્મથી અમે ગ્રાહકો સુધી પહોંચવાના પ્રયાસો કરીએ છીએ. જેમાથી ગ્રાહકો પણ ખુશ છે. વર્ષ 2007થી પ્રાઇમ ફ્રેશ લિમિટેડ, ફ્રેશ ફળો અને શાકભાજીના સોર્સિંગ, હેન્ડલિંગ, સોર્ટિંગ અને ગ્રેડિંગ, વેરહાઉસિંગ, ફળોને પકાવવા, એના સ્ટોરેજ, પેકિંગ અને ડિલિવરીમાં મોટો અનુભવ ધરાવે છે. અમે આધુનિક વેપાર, નિકાસ ક્ષેત્ર, જથ્થાબંધ અને એપીએમસી, છૂટક, કોર્પોરેટ સપ્લાય, ફૂડ પ્રોસેસિંગ કંપનીઓને પુરવઠા અને સામાન્ય વેપાર સાથે વ્યવહાર કરીએ છીએ. આટલા વર્ષોમાં પ્રાઇમ ફ્રેશે 35,000થી વધુ ખેડુતો, 52થી વધુ કૃષિ બજાર અને 600થી વધુ વેપાર ભાગીદારોનું વિશાળ નેટવર્ક બનાવ્યું છે. હવે B2C ઈ કોમર્સ પ્લેટફોર્મ ખેડૂતોને સીધા જ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ કેશોદના ગ્રાહકો ઓનલાઈન ખરીદીમાં છેતરાયા
ઓનલાઈન શાકભાજી અને ફળોના વેચાણથી લોકોને શુદ્ધ અને ક્વોલીટી વાળી વસ્તુઓ મળી રહી છે
ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન શાકભાજી અને ફળોના વેચાણથી લોકોને શુદ્ધ અને ક્વોલીટી વાળી વસ્તુઓ મળી રહી છે, કારણ કે, તેમાં ઉત્પાદન કરતા અને ગ્રાહક સીધા સંપર્કમાં રહે છે. ઉત્પાદન કરતા જો ખરાબ વસ્તુઓ આપશે, તો ગ્રાહક તરત જ બીજી પોર્ટલ પર વળી જાય છે. લોકોને ઘરે બેઠા સુવિધા મળતા અને ક્વોલીટી વાળી વસ્તુઓ મળતા લોકો રૂપિયા પણ ખર્ચવા માટે તૈયાર રહે છે.