- વેક્સીનના બંને ડોઝ લેનારા લોકોને માટે પ્રવાસનની મંજૂરી આપવા માગ
- મોટી સંખ્યામાં લોકોની રોજગારી છીનવાઇ, શરૂ થતા રાહત મળશે
- હોટલ અને ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ પ્રવાસન ઉદ્યોગ શરૂ કરવા કરી માગ
અમદાવાદઃકોરોનાની મહામારીમાં અનેક રોજગાર ધંધાઓ પર અસર થઇ છે. કોરોનાની પહેલી લહેરની સાથે જ સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. જેમાં પ્રસાસન સ્થળો, મંદિરો, કલબ સહિતના જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. આવી જ રીતે કોરોનાની બીજી લહેરમાં પણ મોટી અસર પ્રવાસન સ્થળો પર જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ પોરબંદર: અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓમાં ઘટાડો, પ્રવાસન ઉદ્યોગમાં મંદી
કોરોના રસીની બંન્ને ડોઝ લેનારાને પ્રવાસનની મંજૂરી
પ્રવાસન ઉદ્યોગ સાથે હાલ ટુર ઓપરેટરો, હોટેલ, ટેક્સી સંચાલકો અને ટ્રાન્સપોર્ટ સંકળાયેલા છે. ત્યારે હાલ ટુર ઓપરેટરો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે, કોરોનાની વેક્સીનના બંને ડોઝ લેનારા લોકોને પ્રવાસનની મંજૂરી આપવામાં આવે. જેમની સાથે સાથે ટુર ઓપરેટરો, હોટેલ, ટેક્સી સંચાલકો, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોને ઝડપથી વેક્સીન આપવામાં આવે તો ઉદ્યોગ પણ ઝડપથી શરૂ થઇ શકે છે.