- ઓક્સિજનની માગને પહોંચી વળવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો હતો
- ઓક્સિજન પ્લાન્ટ પર નજર રાખી રહ્યા છે AMCના કર્મચારીઓ
- કોર્પોરેશન દ્વારા ઓક્સિજન કન્ટ્રોલ રૂમ પર કામનું ભારણ ઘટ્યું
અમદાવાદઃઓક્સિજનની તંગીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ઓક્સિજન પ્લાન્ટ પર નજર રાખવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. કર્મચારીઓને શિફ્ટ પ્રમાણે હાજર રહેવા માટે તથા ઓક્સિજન કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહીને પ્લાન્ટ પર આવતા ઓક્સિજન, ત્યાંથી સપ્લાય અને ઓક્સિજનના સ્ટોકની નોંધણી કરી તેની માહિતી કંટ્રોલરૂમને ફરજિયાત મોકલવાનું જણાવવામાં આવ્યું છે.
ઓક્સિજન પ્લાન્ટ પર નજર રાખી રહ્યા છે AMCના કર્મચારીઓ આ પણ વાંચોઃ પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરાઈ
હવે કોર્પોરેશનના કંટ્રોલ રૂમ પર ફોન ઓછા આવે છે
મે મહિનાની શરૂઆતમાં કોરોનાના કેસ એટલી હદ સુધી વધી ચૂક્યા હતા કે તેને કંટ્રોલમાં લેવા માટે આંશિક લોકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું. જોકે કોરોનાના કેસ વધતાની સાથે જ લોકોને ઓક્સિજનની જરૂરિયાત પણ વધારે પડતી હતી. તેને પહોંચી વળવા માટે તંત્રની કામગીરી પણ કામ લાગે છે કારણ કે હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે લોકોની કોર્પોરેશન કંટ્રોલ રૂમ પર ફોન ઓછા થઈ ગયા છે અને ઇન્કવાયરી પણ ઓક્સિજનને લગતી ઘટી ગઈ છે. કારણ કે જે રીતે હોસ્પિટલ સાથે તંત્ર ડાયરેક્ટ વાટાઘાટ કરી રહ્યું છે અને તે જ પ્રમાણે જે દર્દીઓ છે તેમને પૂરતી સારવાર આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 13 ટનના ઓક્સિજન પ્લાન્ટથી ઓક્સિજન મળવો થયો સહેલો
50 ટકા ઓક્સિજનની માગ ઘટી
હવે જ્યારે ઓક્સિજનની માગ કંટ્રોલમાં આવી છે ત્યારે પહેલા બે મહિનાની શરૂઆતમાં ઓક્સિજનની ડિમાન્ડ દિવસની 300થી 500 જેટલી રહેતી હતી. જે ઘટીને 50 ટકા થઇ ચૂકી છે. કંટ્રોલરૂમ તરફથી ઘરે રહીને સારવાર કરતાં કોઈપણ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે તો તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વ્યવસ્થા કરવા માટે કંટ્રોલ રૂમ પર કાર્યરત છે.