ગુજરાત

gujarat

ETV Bharat / city

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયા આજે ગુજરાતના પ્રવાસે, પેથાપુરમાં ભવ્ય રેલી કરશે - Delhi

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને દરેક પક્ષ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા ગુજરાત પ્રવાસે છે.

મનોજ સોરઠિયા
મનોજ સોરઠિયા

By

Published : Sep 28, 2021, 8:07 PM IST

Updated : Sep 29, 2021, 8:16 AM IST

  • દિલ્હીના મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા ગુજરાત પ્રવાસે
  • ચૂંટણીને લઈને દરેક પક્ષ હવે મેદાનમાં
  • સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર શરૂ કરશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે. ત્યારે કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર અક્ષરધામ મંદિર જવા રવાના થશે અને 10.50 તેઓ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કરશે.

મનોજ સોરઠિયા

મનીષ સિસોદીયા ગાંધીનગરમાં સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા 12 વાગે ગાંધીનગરમાં સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે અને મારા સપનાનું ગાંધીનગર કેવું હોવું જોઈએ તેની પર સંબોધન કરશે. ત્યાંથી તેઓ ગિફ્ટસિટી ખાતે 1.30 વાગે મીડિયા સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ તેઓ 4.30 વાગે પેથાપુરમાં ભવ્ય રોડ શો યોજશે. ત્યાંથી તેઓ 5.30 વાગે એરપોર્ટ પરત ફરશે.

આમ આદમી પાર્ટીના પ્રવેશવાથી ભાજપ અને કોંગ્રેસને ફટકો પડશે

ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અનેક મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવેશવાથી ભાજપ અને કોંગ્રેસને ફટકો પડશે. જ્યારે હાલ તો મનીષ સિસોદીયા દ્વારા ગાંધીનગરમાં કઈ સમસ્યાઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારે ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા મતદારોને મનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે હવે આગામી સમયમાં ગાંધીનગરમાં કોનું રાજ આવશે એ તો આગામી સમયમાં જ નક્કી થશે.

આ પણ વાંચો-સરકારી અને ખાનગી સ્કૂલો ફી વધારી નહીં શકે: મનીષ સિસોદીયા

આ પણ વાંચો-અમદાવાદમાં દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાના બન્ને રોડ શો સફળ

Last Updated : Sep 29, 2021, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details