અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સ 2022માં 22 ગોલ્ડ મેડલ (Commonwealth Games 2022) જીતીને ભારતે દુનિયાને બતાવી દીધું છે કે, આપણે કોઈથી ઓછા નથી. ત્યારે દિલ્હી કોંગ્રેસના નેતા નતાશા શર્મા (Natasha Sharma tweet) એ ગુજરાતને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જોકે, થોડી જ મિનિટોમાં તેમણે ટ્વીટ કરીને ગુજરાતની માફી માંગી હતી.
આ પણ વાંચો :નારી શક્તિને સલામઃ બહાદુરીનો રાષ્ટ્રપતિ એવોર્ડ જીતનાર આનંદીબહેન પટેલનું રાજકીયક્ષેત્રે મોટુ યોગદાન
નતાશા શર્માનું વિવાદાસ્પદ ટ્વિટ :ગુજરાતને ગોલ્ડ મેડલ વિવાદને લઈને નતાશા શર્માએ ટ્વીટ કર્યું છે કે, 'ગુજરાત કોઈ રમતમાં ગોલ્ડ મેડલ લાવ્યું છે કે પછી બેન્ક લૂંટવામાં ગોલ્ડ મેડલ જીતનાર છે.' જોકે, ટ્વીટ કર્યાના થોડા સમય બાદ તેણે ટ્વિટર પર માફી પણ માંગી લીધી છે.
હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા :તેમણે લખ્યું કે,દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીને આવનારા 25 વર્ષને સુવર્ણ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ "ટીમ સ્પિરિટ" સાથે આપણા મહાન દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો :કુનરીયામાં મહિલા સરપંચની નવતર પહેલ, ગ્રામીણ મહિલાઓના કૌશલ્ય માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
ટ્વિટ બાદ માંગી માફી : ગુજરાતને લઈને ગોલ્ડ મેડલ વિજેતાના વિવાદાસ્પદ નિવેદન બાદ નતાશા શર્માએ પણ થોડીવારમાં ટ્વિટર પર માફી માંગી લીધી છે. માફી માંગતા કોંગ્રેસના મહિલા નેતાએ કહ્યું હતું કે, "ગુજરાત વિશેના મારા ટ્વીટ માટે મને ખૂબ જ દુઃખ થયું છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે, અહિંસા અને પ્રેમની ભૂમિ છે, ગુજરાતે આપણા દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.