હૈદરાબાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ તમામ પાર્ટીના નેતાઓના ગુજરતામાં આંટા ફેરા વધતા જઈ રહ્યા છે. ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાત કરશે. તેઓ આવતી કાલે અટલે કે 20 અને 21 જુલાઈના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેઓ 21 જુલાઈના રોજ સુરત ખાતે એક સભાને સંબોધશે.
કરી શકે છે મોટી જાહેરાત : મળતી માહિતી પ્રમાણે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ગુજરાતની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ આવનારી ચૂંટણીને લઈને વિજળી, પાણીના બિલ ફ્રિ અંગે પણ મોટી જાહેરાત કરી શકે છે. આ અગાઉ તેમના દ્વારા કરવામાં આવેલા ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કર્યો હતો.
ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ - આમ આદમી પાર્ટીના(AAP Gujarat) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(CM of Delhi 2022 ) ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. હું તમને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી પહેલી ચૂંટણી લડે છે. ગુજરાતના નેતાઓ વીજળી કે તમારા મુદ્દા પર ચર્ચા કરી? અમે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું. અમે કહીએ તે કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ 1 વર્ષથી ગામડાઓમાં ફરે છે. તેમણે જોયું કે ગુજરાતમાં લોકો તકલીફમાં છે.
આદમી પાર્ટીએ વીજળી ફ્રી કરી -4 જુલાઈના ગુજરાત પ્રવાસના રોજ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપના નેતાઓ કહે છે 24 કલાક ગુજરાતમાં વીજળી મળે છે. ગુજરાતમાં વીજળી કાપ નથી. તો શું શહેરમાં પણ વીજળી જાય છે? અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં બિલ કેટલું આવે છે? લોકોએ કહ્યું બિલ 4000 આવે છે. ખેડૂતોને રાતે વીજળી આપે છે તેનો મતલબ શુ છે. ઓફિસરોને પણ રાતે વીજળી આપો એટલે રાતે ઓફિસ ખુલે. 2014 ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ વીજળીનો ખોટો પ્રચાર કર્યો છે. દિલ્લીમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે કહ્યું વીજળી બિલ ઓછું કરો. મેં 15 દિવસ ઉપવાસ કર્યા. ચૂંટણી લડ્યા અને આમ આદમી પાર્ટી આવી અને મેં વીજળી મફત કરી દીધી છે.