અમદાવાદઃ ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી માં પ્રવેશ માટે એડમિશન કમિટીની ઓનલાઇન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અગાઉ ૮ ઓગસ્ટ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદત હતી તે વધારીને ૨૮ ઓગસ્ટ સુધી કરવામાં આવી હતી. તેમાં પણ સુધારો કરી 5મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી. પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન ફી ભરવાની બાકી હોવાની રજૂઆતો આવતા પ્રવેશ સમિતિએ ફરી એકવાર રજિસ્ટ્રેશન મુદત વધારી છે. ફાર્મસીની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં રજિસ્ટ્રેશનની અંતિમ મુદત હવે 11મી સપ્ટેમ્બર સુધી લંબાવાઇ છે. ગુજકેટ અને JEE માં વિલંબના કારણે નિર્ણય લેવાયો છે
ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી રજિસ્ટ્રેશન તારીખ ફરી લંબાવાઈઃ પ્રવેશ સમિતિએ લીધો નિર્ણય - ડિગ્રી એન્જીનિયરિંગ
ગુજકેટ અને JEEમાં વિલંબ થતા ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં રજિસ્ટ્રેશન માટે ફરી એકવાર મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, રજિસ્ટ્રેશન મુદત 5મી સપ્ટેમ્બરથી વધારીને 11મી સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઇ પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન તારીખની મુદત વધારવામાં આવી છે.
ACPC એ જાહેરાત કરી છે કે ડીગ્રી ઇજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની અંતિમ મુદત 11મી સપ્ટેમ્બર સુધી લંબાવાઇ છે જે ઉમેદવારો રજિસ્ટરમાં સુધારો કરવા માગતા હોય અથવા રજિસ્ટ્રેશન દરમિયાન જાતિ નોન ક્રિમિનલ આવકનું પ્રમાણપત્ર રજૂ કર્યું હોય તેવા ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવા પછી કેટેગરીમાં સુધારો કરવા સહિતના ડોક્યુમેન્ટ 11મી સપ્ટેમ્બર સુધી સાંજે 5 વાગ્યા સુધી ઈ-મેલ કરીને મોકલવાના રહેશે.
મહત્વનું છે કે ફાર્મસીમાં આ વર્ષે રજિસ્ટ્રેશન ઘણું ઘટ્યું છે. મુદત વધારવા છતાં પણ રજિસ્ટ્રેશન માંડ સાત હજાર જેટલું જ થયું છે ફાર્મસીમાં પાંચ હજારથી વધુ વધુ બેઠકો સામે ગત વર્ષે 12 હજારથી વધુ રજિસ્ટ્રેશન થયું હતું. જેના આગલા વર્ષે 18 હજારથી પણ વધુ રજિસ્ટ્રેશન થયું હતું. ત્યારે હવે ફરી એકવાર મુદ્દત વધારમાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે રજિસ્ટ્રેશન કેટલું થઈ રહ્યું છે.