ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં રક્ષા પ્રધાન, નાગરિકોના સવાલોને આપી વાચા - BJP

અમદાવાદ : શહેરમાં આવેલા સાયન્સ સિટી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાર્યક્રમમાં દેશના રક્ષા પ્રધાન એવા નિર્મલા સીતારમણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શહેરના તેમજ ગુજરાતમાં ખ્યાતિ ધરાવતા એવા કલાકારો એ પણ હાજરી આપી હતી. જેમાં ફરીદા મીર અને અરવિંદ વેગડા સહિતના જેમાં શહેરના ખ્યાતનામ લોકો સહિત મોટી સંખ્યામાં શહેરી જનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દેશના રક્ષા પ્રધાને સભાનું સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી મીડિયા જગતના પત્રોકારો દ્વારા પુછવામાં આવેલા સવાલો અંગે શાંતિ પુર્ણ રીતે જવાબ આપી કાર્યક્રમને પુર્ણ કર્યો હતો.

અમદાવાદમાં રક્ષાપ્રધાનનું જનસંબોધન

By

Published : Apr 6, 2019, 11:30 PM IST

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્ષા પ્રધાન નિર્મલા સીતારામન જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતના આશીર્વાદ ખૂબ જ મહત્વના છે, વર્ષ 2014માં પણ ચૂંટણી થઇ હતી. ત્યારે ભાજપે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. જેમાં કૅમ્પેઇન કરીને ભ્રષ્ટાચારી પાર્ટીને કેન્દ્ર માંથી હટાવી હતી. છેલ્લા 5 વર્ષમાં વડાપ્રધાન મોદીનો શું રોલ છે? અને અગાઉ જે સરકાર હતી તેનો શું રોલ રહ્યો છે? તે લોકોએ જોવો જોઈએ ભાજપ સરકારના 5 વર્ષ બરાબર 50 વર્ષ જેટલા કામ થયા છે. તો આ કાર્યક્રમમાં રક્ષા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં નાગરિક ઉપર કોઈપણ જાતનો ટેક્ષ વધાર્યા વિના સરકારે વિકાસના કામ કર્યા છે.

અમદાવાદમાં રક્ષાપ્રધાનનું જનસંબોધન

તો આ કાર્યક્રમમાં વિપક્ષ પર પ્રહાર કરતા નિર્મલા સીતારામને કહ્યું હતું કેસ, એક સમયે ભાજપે પણ વિપક્ષમાં હતું. પરંતુ ભાજપે ત્યારે ખોટા આરોપ લગાવ્યા ન હોતા. જ્યારે અત્યારે જે વિપક્ષે તે બૂમો પાડીને શાસક પક્ષ પર ખોટા આરોપ લગાવી રહ્યાં છે. સરકાર સારા કામો કરે છે, તેને વિપક્ષ રોકી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ બાલાકોટમાં જઈને આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. તેની સામે કોઈ પણ દેશની પ્રવાલ નથી ઉઠાવ્યા મોદીના કારણે દુનિયાના બધા દેશ ભારતની સાથે છે. મોદીના કારણે જ FATPમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. સેનાના બહાદુરી ભર્યા કામને લઈને પણ જ્યારે વિપક્ષ સવાલ ઉઠાવે છે. ત્યારે ખૂબ દુઃખ થાય છે. તેવું નિર્મલા સીતારમણે કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details