- એલિવેટેડ બ્રિજનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે
- નાગરિકોની સુખાકારી માટે શહેરમાં સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી
- વાહન વ્યવહારના કારણે અનેક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું
અમદાવાદ: રાજ્યમાં સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે થલતેજ અન્ડરપાસથી શરૂ કરીને સોલા રેલ્વે પુલ સુધી 500 મીટરના છ માર્ગીય 6 લેન ફ્લાય ઓવર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એલિવેટેડ બ્રિજનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના નાગરિકોની સુખાકારી માટે શહેરમાં સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી ધોરણે કાર્યરત છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી કડી રૂપિયા સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર સતત વધી રહેલા વાહન વ્યવહારના કારણે અનેક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે થલતેજ અન્ડરપાસથી ગોતા સુધીનો 42મીનો પુલ 4.4 કિમી એલિવેટર બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રિજનો કુલ ખર્ચ રૂપિયા 325 કરોડનો થવાનો અંદાજ
સોલા ઔર એલિવેટેડ બ્રિજ શરૂ કરાયો છે, જેનું લોકાર્પણ નીતિન પટેલ (Nitin Patel)ના હસ્તે કરવામાં આવ્યું હતુ. થલતેજ અન્ડરપાસથી ગોતા સુધીના બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગરને જોડતી કડીરૂપ સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર સતત વધી રહેલા હોવાના વ્યવહારના કારણે બ્રિજનું નિર્માણ કરાયું હતુ. નીતિન પટેલના હસ્તે આજે એક પણ 48 કિ.મીનું એકમાર્ગીય કાર્ય પૂર્ણ થતાં લોકો તેના ઉપર વાહન વ્યવહાર કરી શકશે. થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રિજનો કુલ ખર્ચ રૂપિયા 325 કરોડનો થવાનો અંદાજ છે. જેમાંથી આજે ખુલ્લુ મુકવામાં આવેલા બ્રિજનો ખર્ચ રૂપિયા 51 કરોડ થયો છે. આ મામલે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ માર્ગ અને મકાન વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા.